ફ્રાન્સમાં યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ શરૂ

  • February 03, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ફ્રાન્સમાં આઇકોનિક એફિલ ટાવર ખાતે યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ સેવાનું સત્તાવાર રીતે ઉધ્ઘાટન કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં ભારતીય મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ માહિતી શેર કરી છે અને લખ્યું છે કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુપીઆઈને વૈશ્વિક સ્તરે લઈ જવાના વિઝન તરફ એક પગલું છે.


આ સાથે હવે પેરિસમાં એફિલ ટાવર જોવા આવતા પ્રવાસીઓ ભારતના યુપીઆઈ પેમેન્ટ દ્રારા સરળતાથી તેમની ટિકિટ બુક કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પેારેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્ર્રીય પેટાકંપની એનસીપીઆઈ, ઈન્ટરનેશનલ પેમેન્ટસ એ પેરિસમાં એફિલ ટાવરથી શ કરીને ફ્રાન્સમાં યુપીઆઈથી ચૂકવણીની સ્વીકૃતિને સક્ષમ કરવા માટે ફ્રેન્ચ ઈ–કોમર્સ અને પેમેન્ટ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં એનસીપીઆઈએ જાહેરાત કરી કે એફિલ ટાવરની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ હવે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.

ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ગણતત્રં દિવસ પર મુખ્ય અતિથિ હતા
ઉલ્લેખનીય છે કે ૭૫મા ગણતત્રં દિવસની ઉજવણી દરમિયાન ફ્રાંસના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હતા અને જયપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભયુ સ્વાગત કયુ હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરીને ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિને પ્રભાવિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application