રાજકોટ મહાનગરપાલિકામાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ નારસિંહ ઝાલા (ઉ.વ. ૫૬ રહે. સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી જામનગર રોડ) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત તા. ૨૮૧૦ ના તેનો પગાર જમા થતા તે ત્રિકોણ બાગ પાસે જવાહર રોડ પર જીમખાના એસબીઆઇ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે અહીં ભીડ હોય લાઈનમાં ઊભા હતા બાદમાં તેમનો વારો આવતા અંદર જઈ એટીએમ મશીનમાં કાર્ડ નાખતા પૈસા નહીં ઉપાડતા બેંકે જઈ પૂછતાછ કર્યા બાદ ફરી એટીએમમાં જઈ પૈસા ઉપાડવા પાસવર્ડ નાખતા આ સમયે પાછળ ઉભેલા અજાણ્યા શખસે તેમને લાવો તમાં એટીએમ હત્પં પૈસા કાઢી આપું તેમ કહેતા કાર્ડ આપ્યું હતું તે શખસથી પણ પૈસા નહિ ઉપાડતા તેણે કાર્ડ પરત આપી દીધું હતું. બાદમાં તેમણે ફરી બેન્કમાં જઈ વાત કરતા કાર્ડ તેનું નહીં પરંતુ અન્ય કોઈનું હોવાનું માલુમ પડું હતું અને આ અજાણ્યા શખસે કાર્ડ બદલી થોડીવારમાં જ કટકે–ઘટકે કરી કુલ પિયા ૪૦,૦૦૦ ઉપાડી લીધા હોવાનો મેસેજ આવતા તેણે છેતરપિંડી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એલસીબી ઝોન–૧ ના પી.એસ.આઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એટીએમ બદલી છેતરપિંડી કરનાર આરોપી દીપકસિંહ સંતોષસિંહ સેંગાર(ઉ.વ ૩૬ રહે. તિપતિ પાર્ક મોરબી રોડ મૂળ, યુ.પી)ને ઝડપી લઇ તેની પાસેથી .૨૫,૦૦૦ ની રોકડ અને ચાર એસીબીઆઇ બેંકના એટીએમ કાર્ડ કબજે કર્યા હતા.
આ શખસે શહેરમાં અલગ–અલગ સ્થળે આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટર પાસે આંટાફેરા કરી કોઈ વૃદ્ધ કે અશિક્ષિત વ્યકિત પૈસા ઉપાડવા આવે ત્યારે તેને મદદપ થવાના બહાને એટીએમના પીન નંબર જાણી લઈ એટીએમ કાર્ડ બદલી બાદમાં પિયા ઉપાડવાનું નાટક કરી ટેકનિકલ ખામી હોવાનું કહી અન્ય એટીએમમાં જઈ પોતે પૈસા ઉપાડી લેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી લાદીકામનો કારીગર છે તેનો પરિવાર છેલ્લા એકાદ દાયકાથી જેતપુરમાં રહે છે. આરોપી દિપકસિંહને સટ્ટો રમવાની ટેવ હોય સટ્ટામાં મોટી રકમ હારી જતા ૨૫ લાખનું દેણું થઈ ગયું હતું. જેથી તેને પરિવારે ઘરેથી કાઢી મૂકયો હતો. બાદમાં દેણું ચૂકવવા તેણે આ કારસ્તાન શ કર્યાનું રટણ કયુ હતું. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech