વધતા વાયુ પ્રદૂષણ અંગે યુએનએ વ્યક્ત કરી ચિંતા

  • November 04, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં વધી રહેલા વાયુ પ્રદુષણ અંગે યુનાઈટેડ નેશન્સએ ભારે ચિંતા વ્યક્ત કરી છે અને તેનો વ્યાપક ઉકેલ શોધી અમલ કરવા તાકીદ કરી છે.યુનાઈટેડ નેશન્સ તરફથી પયર્વિરણ પ્રોગ્રામના પ્રોગ્રામ ઓફિસર ડો. સુમિત શમર્એિ જણાવ્યું હતું કે, હાલમાં પ્રદુષણના કારણે સામાન્ય માણસ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એક વ્યાપક ઉકેલની જરૂર છે જેથી કરીને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધી શકાય. યુનાઈટેડ નેશન્સે દેશમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
શિયાળાના આગમનની સાથે જ દેશના વિવિધ ઠેકાણે પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. આનાથી સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર જ નહી પરંતુ તેના ખિસ્સા પર પણ કેટલીક નકારાત્મક અસર પડી રહી છે. ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સે ઉદ્યોગ જગતની મોટી હસ્તીઓ સાથે બેઠક યોજીને આ મામલે વહેલી તકે ઉકેલ લાવવા પણ યુનાઈટેડ નેશન્સ દ્વારા જણાવ્યું છે. ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની બેઠક દરમિયાન પયર્વિરણ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ડો.સુમિત શર્માએ આ વાત કહી હતી. સમસ્યાને લઈ વ્યાપક ઉકેલની જરૂરતેમણે જણાવ્યુ હતું કે હાલમાં સામાન્ય માણસ પ્રદૂષણને લઈ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.


આ સ્તર આગામી સમયમાં વધી શકે છેહાલમાં તાજેતરના અહેવાલો અનુસાર દિલ્હીની હવા ખૂબ ઝેરી બની ગઈ છે અને પ્રદૂષણનું સ્તર 500ને વટાવી ગયું છે, જે સૌથી ખતરનાક સ્તર છે. આ સ્થિતિ અંગે નિષ્ણાતોનું માનવું છે કે આ સ્તર આગામી સમયમાં વધી શકે છે, જેના પછી  600 થી 700ને પાર થઈ શકે છે અને તેનાથી લોકોને ઘણી મુશ્કેલી થઈ શકે છે.આવી સ્થિતિમાં ક્લીન એનર્જીની જરૂરિયાત વધતી જાય છે. જેના દ્વારા દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની આબોહવા સુધારી શકાય છે.


એનસીઆરમાં વધતા પ્રદૂષણથી વેપારીઓને પણ અસર
ડો. સમીરે વધુમાં જણાવ્યુ હતું કે સમગ્ર ઉત્તર ભારતની સાથે દિલ્હી માં વધતા પ્રદૂષણથી વેપાર અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને પણ અસર થઈ રહી છે. જેની અસર ખાસ કરીને સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર પર જોવા મળે છે.આ સ્થિતિમાં, આજે ક્લીન એનર્જીની જરૂરિયાત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ક્લીન એનજીર્ પર રોકાણ વધારવું ખૂબ જરૂરી બન્યું છે. જેથી પ્રદૂષણની વધતી અસરને ઘટાડી શકાય.

અનેક પ્રકારના ઉદ્યોગો પર પ્રતિબંધ
ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોનું માનવું છે કે જેમ જેમ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. તેને ધ્યાને રાખી સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પ્રકારના ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકી રહી છે. તેનું નુકસાન કામદારોથી લઈને સંબંધિત ઉદ્યોગોના માલિકો સુધી દરેકને અસર કરે છે.આવા નુકસાનની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે. કામ જ નથી તો પૈસા ક્યાંથી આવશે? મહત્વનુ છે કે આ પ્રક્રિયા સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી મહિના સુધી ચાલુ રહે છે. આટલા લાંબા સમયથી ઉદ્યોગો પર વિપરીત અસર પડી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application