હાલારના ગામડાઓમાં સચરાચર એકથી અઢી ઇંચ વરસાદ

  • July 17, 2024 11:28 AM 

પીપરટોડામાં અઢી ઇંચ, ભલસાણ બેરાજા, શેઠવડાળા, સમાણા, પરડવા, પડાણા, મોટા ખડબા, મોડપર અને દરેડમાં બે ઇંચ વરસાદ: કપાસ-મગફળી ઉપર કાચુ સોનુ વરસ્યું


મેઘરાજાએ ગઇકાલે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડા ઉપર ભારે મહેર કરી છે, સર્વત્ર વરસાદ થયો છે, ગામડાઓમાં એકથી અઢી ઇંચ વરસાદ થવાથી ખેડુતોને હાંશકારો થયો છે, એટલું જ નહીં મગફળી અને કપાસના પાક ઉપર વાવણી થઇ ગયા બાદ કાચુ સોનુ વરસ્યું છે એમ કહી શકાય, પીપરટોડામાં અઢી ઇંચ, ભલસાણ બેરાજા, શેઠવડાળા, સમાણા, પરડવા, પડાણા, મોટા ખડબા, મોડપર અને દરેડમાં બે ઇંચ વરસાદ પડયો છે.


જામનગર તાલુકાની વાત લઇએ તો વસઇમાં 34 મીમી, લાખાબાવળ 19, મોટી બાણુગાર 28, ફલ્લા 25, જામવંથલી 40, મોટી ભલસાણ અને અલીયાબાડામાં 20 અને દરેડમાં 45 મીમી વરસાદ પડયો છે, ધ્રોલ તાલુકામાં જાલીયા દેવાણીમાં 20 મીમી તેમજ કાલાવડ તાલુકાના નિકાવામાં 20, ખરેડી 12, મોટા વડાળા 42, ભલસાણ બેરાજા 54, નવાગામ 40, મોટા પાંચદેવડા 38, જામજોધપુર તાલુકાના સમાણા 49, શેઠવડાળા 52, જામવાડી 43, વાંસજાળીયા 40, ઘુનડા 12, ધ્રાફા 32, પરડવા 45, લાલપુર તાલુકાના પીપરટોડા 58, પડાણા 50, ભણગોર 9, મોટા ખડબા 44, મોડપર 48 અને હરીપુરમાં 32 મીમી વરસાદ પડયો છે. આમ ખરા સમયે ગામડાઓમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડયો છે, કેટલાક ગામડાઓમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, કેટલાક ગામડાઓમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં ચાલું છે અને ખરા સમયે વરસાદ પડતા આ વખતે પણ પાક સારો થાય તેવી શકયતા ઉભી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application