ઘોર કળિયુગ ચાલી રહ્યો હોય તેવો કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. પૌત્રની ઉંમર જેવડા બે યુવકે 70 વર્ષની વૃદ્ધા પર પોતાની હવસ સંતોષી દુષ્કર્મ આચર્યું છે. બાદમાં વૃદ્ધાનું ગળું દાબી વૃદ્ધાની હત્યા કરી નાખી લૂંટ ચલાવી હતી. આ શર્મનાક ઘટનામાં બન્ને નરાધમને પકડી વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય વૃદ્ધાનું શરૂઆતમાં અગમ્ય કારણોસર મોત થયાનું બહાર આવ્યું હતું. આવી ફરિયાદ મળતાં પોલીસે એડી દાખલ કરી, વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. જો કે, પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં.
મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 50,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 1500 મળીને કુલ રૂપિયા 51,500 નો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
મૃતકના જમાઈની ફરિયાદને આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ એક્ટની કલમ 64(1), 66, 103(1), 309(6), 311 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલસીબી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની આ બંને ટીમોએ અલગ-અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. તેમજ હ્યુમન-ટેક્નિકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં હતાં.
આણંદ એલસીબી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઈમ્તિયાઝ ઇકબાલ રાઠોડ (રહે. કસુંબાડ, તા.બોરસદ, જી.આણંદ) ની વિરસદ ખાતેથી અટકાયત કરી હતી. આ ઈમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં, તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોર ચૌહાણ (રહે. આશાપુરી માતાજીવાળુ ફળિયું, કસુંબાડ, તા.બોરસદ, જિ.આણંદ) સાથે મળીને આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ મોડીસાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગ ચૌહાણને પણ અંધારિયા-મોગરી રોડ ઉપરથી પકડી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMબજેટમાં કસ્ટમ ડ્યુટી માફીની યોજનાની જાહેરાત થવાની શક્યતા, આ કારણે અપેક્ષા વધી
January 20, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech