રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુનો સિલસિલો યથાવત છે. કોઠારીયા સોલવન્ટના નુરાનીપરામાં રહેતા ૩૮ વર્ષીય અને શાપરમાં ૩૯ વર્ષીય યુવાન તેમજ નવલનગરના આધેડ ઘરે બેભાન થઇ જતા દમ તોડો હતો.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં આવેલા નુરાનીપરામાં રહેતા યુસુફભાઇ કરીમભાઇ સમા (ઉ.વ.૩૮)નામના યુવક સાંજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ ચડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા દમ તોડી દીધો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુસુફભાઇ ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્રણભાઇ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં માતમ છવાયો છે.
બીજા બનાવમાં મૂળ યુપીનો અને શાપરની ક્રિએટિવ ફોર્સ કંપનીમાં કામ કરતો જયશંકર શૈષરામ વર્મા (ઉ.વ.૩૯)નામનો યુવક સાંજે સાતેક વાગ્યે ઘરે અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત હોવાનું જાહેર કરતા પરિવારમા શોક ગમગીની છવાઈ હતી. મૃતક ચારભાઈમાં મોટો અને સંતાનમાં ૧૦ વર્ષની પુત્રી છે. યુવકને ચક્કર અને માથું દુખતું હોવાથી તેની દવા પણ લીધી હતી તેમ પરિવારજનોએ જણાવ્યું હતું.
બનાવ અંગે શાપર પોલીસે જરી કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન સામે નવલનગર–૭માં રહેતા નિલેશભાઈ જેરામભાઈ ઝાલા (ઉ.વ.૫૦)નામના આધેડ બપોરે ચારેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમશ્વાસ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરી કાગળો કર્યા હતા. મૃતક રીક્ષા હંકારી ગુજરાન ચલાવતા હતા અને ચારભાઈમાં બીજ નંબરે હતા. સંતાનમાં એક પુત્રી છે. ત્રણેય બનાવમાં હાર્ટએટેક ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech