સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય યુવકોના એક રોડ એક્સિડન્ટમાં કમકમાટીભયર્િ મોત થયા છે. આ બંને સ્ટૂડન્ટ્સ તેલંગાણાના હતા અને તેઓ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ સ્ટૂડન્ટ્સની ઓળખ ગૌતમ કુમાર પારસી અને મુક્કા નિવેશ તરીકે કરવામાં આવી છે જે બંનેની ઉંમર માંડ 19 વર્ષ હતી. શનિવારે સાંજે તેઓ પોતાના અન્ય એક મિત્ર સાથે કારમાં સવાર હતા, જેની ટક્કર અન્ય એક કાર સાથે થતાં ગૌતમ અને નિવેશના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે તેમની કાર ચલાવી રહેલા તેમજ જે કાર સાથે તેમનો અકસ્માત થયો હતો તેના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી.
કોલેજના સેક્ધડ યરમાં ભણતા નિવેશ અને ગૌતમ પોતાના દોસ્તો સાથે વીકેન્ડ ટ્રીપ પર ગયા હતા, જ્યાંથી પાછા આવતા તેમને આ અકસ્માત નડ્યો હતો. અમેરિકન મીડિયાના રિપોટ્ર્સ અનુસાર શનિવારે સાંજે સવા છ વાગ્યે પ્યૂરિયા પોલીસને કેસ્ટલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળ્યો હતો. જોકે, પોલીસ તેમજ મેડિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં નિવેશ અને ગૌતમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. આ અકસ્માત ઓવર સ્પિડિંગ કે પછી ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે પોલીસે હજુ સુધી કોઈ માહિતી જાહેર નથી કરી.
ફિનિક્સ શહેરમાં થયેલા આ અકસ્માતમાં મોતને ભેટનારા બંને ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ કિયા ફોર્તે કારમાં સવાર હતા, જ્યારે તેમનો અકસ્માત જેની સાથે થયો તે કાર ફોર્ડ હતી. સામસામે ટકરાનારી આ બંને કારના ડ્રાઈવર્સને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે પરંતુ પોલીસે તેમની ઓળખ જાહેર નથી કરી. પોલીસના જણાવ્યા અનુસાર નિવેશ અને ગૌતમ જે કારમાં સવાર હતા તે કેસ્ટલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર ઉત્તર દિશામાં જઈ રહી હતી, જ્યારે જેની સાથે તેમની ટક્કર થઈ તે કાર દક્ષિણ તરફ જઈ રહી હતી. બંને કાર સામસામે અથડાતાં હાઈવે પર બીજા વાહનો વચ્ચે પણ ટક્કર થઈ હતી. આ બંને કાર્સ વચ્ચે કઈ સ્થિતિમાં અકસ્માત થયો હતો તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech