ઉનાના નેસડાની સીમમાં વિદેશી દારૂ–બિયરના ૫૧૧૮ નગં સાથે બે ઝડપાયા: ૬ની શોધખોળ

  • September 17, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ એલસીબી દ્રારા ઉનાના નેસડાની સીમમાં ત્રાટકીને ઈંગ્લીશ દાની પેટીઓ નંગ–૩૯૨ કુલ બોટલો નંગ–૪૧૧૦ તથા બીયર ટીન ૧૦૦૮ દારૂની કી.રૂા.૧૭,૮૦,૮૦૦ મળી કુલ કી.રૂા.૨૧,૯૦,૮૦૦ના મુદામાલ સાથે બેને ઝડપી લઇ પ્રોહીબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ પ્રવિણભાઇ મોરી તથા રાજુભાઇ ગઢીયાને સંયુકત રીતે બાતમીના આધારે નેસડા ગામની ગૌચરણની સીમ શીતળા માતાજીના મંદીર તરફ જતા રોડ પાસે રેડ કરીને ટાટા કંપનીનો ઓપન બોડી ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નગં ૨૦૫ બોટલો નંગ–૨૪૩૬ તથા બીયર નંગ–૪૮ કી.રૂા.૯,૭૯,૨૦૦ તથા સદરહત્પં દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મીની ટ્રક કી.રૂા.૪,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂા.૧૩,૭૯,૨૦૦–સાથે બે શખસો ડ્રાઇવર જસુભાઇ દડુભાઇ ગોહીલ (રહે.સનખડા માલણ નામની વાડી વિસ્તાર તા.ઉના) અને વાડી માલીક માનભાઇ ભીખુભાઇ ઉર્ફે ભખાભાઇ ભાલીયા (રહે.વાવરડા  તા.ઉના)ને ઝડપી લીધા હતાં. જયારે સતુ કાળુભાઇ ગોહીલ, જયેશ ઉર્ફે જયદીપ જીતુભાઇ ગોહીલ (રહે.સનખડા), ચેતનભાઇ જીતુભાઇ ગોહીલ (રહે.સનખડા),  નિરવસીંહ વીસાભાઇ ગોહીલ (રહે.સનખડા), જયેશ ઉર્ફે નાગણી લખમણભાઇ વાઘેલા (રહે.સનખડા), ભગુ જોધુભાઇના નામો ખુલતા આ છ શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.આ કાર્યવાહી એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ. બી.જાડેજા, પો. સબ ઇન્સ., એ. સી. સિંધવ તથા એ.એસ.આઇ સુભાષભાઇ ચાવડા, શૈલેષભાઇ ડોડીયા, પો.હેડ.કોન્સ પ્રવિણભાઇ મોરી, ગોવીંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા, લલીતભાઇ ચુડાસમા, પો.કોન્સ વિજયભાઇ ચૌહાણ, રાહત્પલભાઇ છેલાણા તથા રાજુભાઇ પરમાર વગેરેએ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application