રાજકોટ એસઓજીની ટીમે જંગલેશ્વર વિસ્તારમાં ઓરડીમાં છુપાવેલો ૫૧.૮૬૦ ગ્રામ ગાંજો કી..૫,૧૮,૬૦૦ સાથે બે શખસોને ઝડપી લઈ રોકડ, મોબાઈલ મળી કુલ .૫,૨૯,૭૦૦નો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની ગાંજા બાબતે પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો જાવેદ જુણેજાએ વેંચવા માટે આપ્યો હોવાનું કબુલતા પોલીસે જાવિદ જુણેજાની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જાવીદ જુણેજા કુખ્યાત બુટલેગર રમાનો પતિ છે.
રાજકોટમાં ડ્રગ્સ સહિતના માદક નશીલા પદાર્થેાનું વેંચાણ કરી યુવાધનને બરબાદ કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની સૂચનાના પગલે એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.ઘનશ્યામસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, જંગલેશ્વર શેરી નં–૬ પાસેની હત્પસેની ડેરી વાળી શેરીમાં આવેલી ઓરડીમાં ગાંજોનો મોટો જથ્થો રાખી વેંચાણ કરવામાં આવી રહયું છે. જે બાતમીના આધારેએસઓજીની ટીમે દરોડો પાડી ઓરડીમાત સુફરની બાજકામાં ભરેલો ૫૧,૮૬૦ ગ્રામ ગાંજો કી,.૫,૧૮,૬૦૦નો મળી આવતા પોલીસે હાજર રફીક યુસુફભાઇ જુણેજા (રહે.જંગલેશ્વર શેરી નં–૧૬) અને અસલમ ગુડુભાઇ સૈયદ (રહે–જંગલેશ્વર શેરી નં–૬)ને ઝડપી પાડી તેની પાસે રહેલી રોકડ, અને એક મોબાઈલ મળી કુલ .૫,૨૯,૭૦૦નો મુદામાલ કબ્જે કરી આકરી પુછપરછ કરતા આ જથ્થો જાવિદ જુણેજા વેંચવા માટે આપી ગયો હતો અને તેને ગોંડલના કોઈ શખસ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય સામે ભકિતનગર પોલીસમાં ગુનો નોંધાવી જાવિદ જુણેજાની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech