ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં રહેતા તણને તેના બે રૂમ પાર્ટનર સહીત ચાર વિધાર્થીઓએ ઢીકાપાટુ સાથે પટ્ટાથી બેરહમ માર મારતા તણને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.અને બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી.બીજી બાજુ તણ પર રેગિંગ કરનારાં બે મુખ્ય સુત્રધાર સમાં વિધાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કુલનાં કેમ્પસ ડીરેકટર દ્રારા કરાયો હતો. બાળક પર કરાયેલા અત્યાચારને લઈને મેઘવાળ સમાજ રોષે ભરાયો હતો અને આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. ધોળકીયા સ્કુલમાં રેગિંગની ઘટનાની પ્રા વિગત મુજબ ગોંડલ તાલુકાનાં વેજાગામ રહેતા અને ઉમવાડા રોડ પર આવેલી ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં રહી ધોરણ દશમાં અભ્યાસ કરતા વિધાર્થીને ગત રાત્રે તેની સાથે મમાં રહેતા બે અને અન્ય મળી ચાર વિધાર્થીઓ એ પટ્ટા વડે બેરહમ માર મારતા છાત્રને શરીરમાં ઠેરઠેર ચાંભા પડી ગયા હતા.
સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા છાત્રએ જણાવ્યું કે મારાં રૂમ પાર્ટનર વિધાર્થીઓએ ગત રાત્રે ૩૦૫ નંબરનાં મમાં બોલાવી જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી પહેલા ઢીકાપાટુ નો માર માર્યેા હતો.બાદમાં પટ્ટા વડે બેફામ માર માર્યેા હતો.સવારે કલાસ ટીચર દિવ્યેશસરને વોશમમાં લઈ જઈ મારને કારણે શરીર પર પડેલા ચાંભા બતાવતા તેમણે કેમ્પસ ડીરેકટર ગોકાણીને જાણ કરતા તેમણે રેગિંગ કરનાર વિધાર્થીઓને બોલાવી ઠપકો આપ્યો હતો.બાદમાં શ્રુતિ મેડમે મારી પાસે માફી પત્ર લખાવ્યું હતુ. ત્યારબાદ સ્કુલ સંચાલકો દ્રારા છાત્રની ખાનગી તબીબ પાસે સારવાર કરાવી પરીવારને જાણ કરાતા દાદા દાનાભાઇ ધોળકીયા સ્કુલ દોડી ગયા હતા.અને છાત્રને લઈ સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચ્યા હતા.
બનાવ અંગે ધોળકીયા સ્કુલનાં કેમ્પસ ડીરેકટર જી. એમ.ગોકાણીએ જણાવ્યુ કે આ વિધાર્થીઓ વચ્ચેની તકરાર છે.બનાવની જાણ થતા બંનેને સ્કુલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે અને અન્યને પનીશમેન્ટ અપાઇ છે. બનાવ અંગે બી ડીવીઝન પીએસઆઇ ઝાલાએ છાત્રનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.બનાવને લઈને હોસ્પિટલ દોડી આવેલાં મેઘવાળ સમાજનાં આગેવાન દિનેશભાઈ માધડે ધોળકીયા સ્કુલનાં સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech