બે મહિનામાં  એક જ પરિવારના બે પુત્રો શહીદ

  • July 10, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના રહેવાસી 26 વર્ષીય સૈનિક આદર્શ નેગી પણ શહીદ થયા હતા. બે મહિનામાં આદર્શના પરિવાર તરફથી આ બીજી શહીદી છે. થોડા દિવસ પહેલા જ લેહમાં તેના કાકાના દીકરાએ પણ જીવ ગુમાવ્યો હતો. 60 દિવસમાં બે પુત્રો ગુમાવ્યા બાદ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.


જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયા હતા, જેમાં ટિહરીના રહેવાસી આદર્શ નેગીનો પણ સમાવેશ થાય છે.


આદર્શના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. કારણકે બે મહિનામાં આ પરિવારમાં આ બીજી શહાદત છે. થોડા દિવસો પહેલા જ આદર્શ નેગીના કાકાના પુત્ર પ્રણય નેગીએ પણ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો હતો. આદર્શના પિતરાઈ ભાઈ પ્રણય ભારતીય સેનામાં મેજરના પદ પર હતા અને ગયા એપ્રિલમાં લેહમાં શહીદ થયા હતા.


હવે આદર્શ નેગીની શહીદી બાદ પરિવારની હાલત ખુબ જ ખરાબ છે અને રડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ટિહરીના થાટી (ડાગર) ગામના રાઈફલમેન આદર્શ નેગીના શહીદ થયાના સમાચાર મળતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


પુત્રના મોતથી પરિવાર વેરાન


શહીદ આદર્શ નેગી માત્ર 26 વર્ષના હતા. આદર્શ નેગી વર્ષ 2018-19માં ગઢવાલ રાઈફલમાં જોડાયો હતો અને 6 વર્ષની સેવા દરમિયાન કઠુઆ હુમલામાં શહીદ થયો હતો. શહીદ આદર્શની માતા તો  હોશ ખોઈ બેઠા છે અને પિતાની આંખો ભીની છે.


શહીદ રાઈફલમેન આદર્શ નેગી પોતાના પિતા દલબીર સિંહ નેગી, માતા, એક ભાઈ અને મોટી બહેનને છોડી ગયા છે. તેનો ભાઈ હાલમાં ચેન્નાઈમાં નોકરી કરે છે જ્યારે તેની મોટી બહેન પરિણીત છે.


આદર્શ નેગી ફેબ્રુઆરીમાં ઘરે આવ્યો હતો


પરિવારની દેખભાળ કરવા બહેન જ્યારે ગામમાં પહોંચી ત્યારે માતા-પિતા પોતાના યુવાન પુત્રને ગુમાવવાનું દુ:ખ સહન ન કરી શક્યા અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યા. આદર્શે સરકારી ઈન્ટર કોલેજ, પિપલીધરમાંથી 12મા સુધી અભ્યાસ કર્યો હતો અને  2018માં તે ગઢવાલ રાઈફલ્સમાં જોડાયો.


આ સમય દરમિયાન  આદર્શ ગઢવાલ યુનિવર્સિટીમાંથી બીએસસીનો અભ્યાસ પણ પૂરો કરી રહ્યો હતો અને છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેના ઘરે આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application