જાંબુડા પાટીયા પાસે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડાયા

  • May 28, 2024 01:32 PM 

બાતમીના આધારે એસઓજી ત્રાટકી : 2.85 લાખનો મુદામાલ કબ્જે : મુંબઇના શખ્સની સંડોવણી


જામનગર નજીક જાંબુડા પાટીયા રોડ પર એસઓજીની ટુકડીએ એક બાતમીના આધારે મસીતયા અને ઢીચડાના બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ 23 ગ્રામ તથા રોકડ સહિત કુલ 2.85 લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. મેફેડ્રોન વેચાણ માટે મુંબઇના મેમણ શખ્સ પાસેથી ખરીદ કયર્નિું તપાસમાં બહાર આવતા ત્રણેયની સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસને મુંબઇ તરફ કેન્દ્રીત કરવામાં આવી છે.



જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શ કરેલ છે જે અનુસંધાને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન મુજબ એસઓજીની ટુકડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.



દરમ્યાન એસઓજી સ્ટાફના દિનેશ સાગઠીયા, હિતેશ ચાવડા તથા રમેશ ચાવડાને ખાનગી બાતમી મળેલ કે નજીર હુશેન તથા આમીન નામના બે શખ્સો રાજકોટથી જામનગર તરફ કેફી માદક પદાર્થનો પાવડર લઇને આવી રહયા છે આ હકીકતના આધારે જાંબુડા પાટીયા પાસે વોચમાં રહી રેઇડ કરતા જામનગર તાલુકાના મસીતીયા ગામના નજીરહુશેન રફીક ખફી અને ઢીચડા ગામના આમીન હુશેન ખફી બંનેને પકડી લીધા હતા.



તેની પાસેથી મેફેડ્રોનનો પાવડર 23 ગ્રામ કિ. ા. 2.30 લાખ તથા 3 મોબાઇલ અને રોકડા 35 હજાર મળી કુલ 2.85.500નો મુદામાલ કબ્જે કર્યો હતો, પુછપરછ કરતા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મુંબઇના સાહીદ મેમણ નામના શખ્સ પાસેથી વેચાણઅર્થે ખરીદ કરી લાવી રહયા હતા.


આ અંગે એસઓજી દ્વારા નજીરહુશેન રફીક ખફી તથા આમીન હુશેન ખફી તથા મુંબઇના ફરારી સાહીદ મેમણ આ ત્રણ ઉપરાંત તપાસમાં જે નામ ખુલે તેની સામે પંચકોશી-એમાં એનડીપીએસ એકટની કલમ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આગળની તપાસ પંચકોશી-એ ડીવીઝનને સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામનગરના શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઇ ચુકયા છે અને અગાઉ પણ મુંબઇથી ખરીદ કયર્નિી વિગતો સામે આવી હતી ફરી એકવાર મુંબઇના શખ્સનું નામ સામે આવતા તપાસ મુંબઇ તરફ કેન્દ્રીત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News