જિલ્લાના ભડી ગામના પાટીયા નજીક અવાવરૂ રસ્તા પરથી બે શખ્સને ચોરી કરાયેલ ૮ મોટર સાયકલ મળી કિ.રૂ.૨,૦૦,૦૦૦ કુલ રૂ.૨,૦૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. જયારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બુધેલ ચોકડી પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, વિપુલ ઉર્ફે ટીટી લાભુભાઇ ચૌહાણ રહે.નાગધણીંબા તા.જી.ભાવનગર અને સંજય પોપટભાઇ વિસાવડીયા રહે.નાગધણીંબા તા.જી. ભાવનગર હાલ- જયરાજભાઇ પરમારની વાડીમાં, ઉસરડ તા.શિહોર જી.ભાવનગર અલગ-અલગ કંપની ના આઠ મોટર સાયકલ સાથે ભડીના પાટીયાથી ત્રંબક તરફ જવાના રસ્તે અવાવરૂ જગ્યામાં ઉભેલ છે અને આ મોટર સાયકલો તે વેચવાની ફીરાકમાં છે. જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં બન્ને શખ્સ મોટર સાયકલ સાથે મળી આવેલ. તેઓ પાસે મોટર સાયકલ અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ તેઓએ કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મોટર સાયકલ તથા રોકડ રૂ.૩,૦૦૦ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી આઠેક મહિના પહેલા ભાવનગર,રામમંત્ર પેટ્રોલ પંપ નાળા પાસેથી, આજથી સાતેક મહિના પહેલાં બુધેલ ગામેથી, આજથી આશરે દસેક મહીના પહેલા તળાજા જકાતનાકાથી, આજથી આશરે એક વર્ષ પહેલા રાજપરા ગામેથી, આજથી આશરે દસેક મહિના પહેલા તણસા ગામેથી, આજથી આશરે મહિના પહેલા દિહોર ગામેથી, આજથી આશરે દસેક મહિના પહેલા ત્રાપજ ગામેથી અને આજથી આશરે સાતેક મહિના પહેલા ભરતનગર વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. આ બંને પાસેથી મળી આવેલ રોકડ રૂ.૩,૦૦૦ બાબતે તેઓ બંનેએ દોઢેક મહિના પહેલા વિઠ્ઠલવાડી ખાતે આવેલ કામદાર વિમા યોજના જનરલ હોસ્પિટલ ખાતેથી બે જનરેટર ચોરી કરી વેચાણ કરેલ તેના હોવાનું જણાવતા વિપુલ ઉર્ફે ટીટી લાભુભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩ રહે.ભુતડાના કારખાને,નાગધણીંબા તા.જી.ભાવનગર) અને સંજય પોપટભાઇ વિસાવડીયા (ઉ.વ.૨૦ રહે.નાગધણીંબા તા.જી.ભાવનગર હાલ-. જયરાજભાઇ પરમાર ની વાડીમાં, ઉસરડ તા.શિહોર જી.ભાવનગર)ને ઝડપી લઈ બન્ને પાસેથી સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦, સ્પ્લેન્ડર પ્લસ રજી.નંબર-જી. જે. ૦૪ એ. એચ. ૧૭૦૧ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦, હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦,હિરો હોન્ડા સીડી ડીલ્કસ નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦,સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦,નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦, નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦, નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦, રોકડ રૂ.૩,૦૦૦મળી કુલ રૂ.૨,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલ સુરેશ લખમણભાઈ મકવાણા (રે. નાગધણીનબા)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી સામે નિલમબાગ પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૪૦૩૯૭/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ:-૩૦૫, ૩૩૧(૪) મુજબ અને તળાજા પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૪૦૫૫૨/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ:-૩૦૩ (૨) મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ ડાભી, મહેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા અને પ્રવિણભાઇ ગળચર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech