માળીયા હાટીના પોલીસ મથક વિસ્તારના લાઠોદ્રા ગામ વશરામધામ રોડ પાસેથી વિદેશી દારૂ ની બોટલો ૩૮૪, પેટી ૮ કિ.રૂ.૩૮,૪૦૦ મળી કુલ મુદામાલ મળી કિ.રૂ. ૧,૦૩,૯૦૦ ના મુદામાલ માળીયા હાટીના પોલીસે કબ્જે કર્યો હતો.
માળીયા હાટીના પોલીસ મથકના સબ ઇન્સ. સલમા સુમરા અને પોલીસ સ્ટાફ દ્વારસ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ.દિલાવરસિંહ વાલાભાઇ મોરીને બાતમીરાહે હકીકત મળેલ કે, લાઠોદ્રા ગામ તરફથી ઓટા રીક્ષા રજી નંબર જી. જે. ૧૧ ૫૭૦૦ માં જથ્થો દારૂ ભરીને માળીયા હાટીના તરફ આવે છે. તેવી ચોક્ક્સ હકિકત મળતા જે હકીકત વાળી જગ્યાએ વોંચમાં રહેતા ઉપરોકત હકીકત વાળીમાં આરોપીઓએ ગે.કા. રીતે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભરેલ પેટી નંગ ૬ તથા કાળા કલરના ઝબલા નંગ-૨ જેમાં કુલ નાની બોટલો નંગ-૩૮૪ જેની કિ.રૂ.૩૮,૪૦૦, ઓટો રીક્ષા કિ.રૂ.૬૦,૦૦૦, મો. ફોન ૨ કિ.રૂ.૫૫૦૦ મળી કુલ કિ.રૂ.૧,૦૩,૯૦૦ અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી મુદામાલ કબ્જે કરી સીંકદર ગુલામહુસેન અલવી (ઉ.વ.૪૩ રહે.વેરાવળ પાટણ દરવાજા પોલીસ ચોકી તા.વેરાવળ જી.ગીર સોમનાથ) અને મનુ કેસુભાઇ ચારીયા (ઉ.વ.૪૨ રહે.વેરાવળ ટાવર ચોક તા.વેરાવળ જી.ગીર સોમનાથ)ને ઝડપી લઈ ફરાર બનેલ પુના વાઘરી (રહે.વેરાવળ), બાવલા ઉર્ફે મામો ઉર્ફે બાલુ દરબાર (રહે.લાઠોદ્રા તા.માળીયા હાટીના) ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. સલમા સુમરા અને સ્ટાફના એ.એસ.આઇ. દીનેશભાઇ જીવાભાઇ ગોહેલ તથા પો.હેડ.કોન્સ. અરૂણભાઇ નાનાલાલ મહેતા તથા નિલેષભાઇ મણીશંકરભાઇ ધ્રાંગડ તથા પો.કોન્સ.દીલાવરસિંહ વાલાભાઇ મોરી તથા વિજયભાઇ મેઘાભાઇ બાબરીયા તથા પ્રવિણભાઇ પ્રતાપભાઇ વાઢેર અને મિલનભાઇ હરદાસભાઇ ઝાલા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech