અમિતાભ બચ્ચને તેમના પરિવાર વિશે ચાલી રહેલી અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. પોતાના બ્લોગમાં એક પોસ્ટ દ્વારા તેમણે આવા સમાચારો પર નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા તેની ચકાસણી કરવી જોઈએ. તેમણે લખ્યું કે વેરિફિકેશન વગર લખવામાં આવેલી વસ્તુઓ લોકોના જીવન પર ઊંડી અસર કરે છે.
છેલ્લા ઘણા મહિનાઓથી બચ્ચન પરિવારને લઈને એવા અહેવાલો આવી રહ્યા છે કે પરિવારમાં બધુ બરાબર નથી. કેટલાક કિસ્સાઓમાં આ ચર્ચાઓ નોંધપાત્ર રીતે વધી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડા અંગેની અટકળો જ્યારથી અંબાણીના લગ્નમાં અલગ-અલગ પહોચી હતી ત્યારથી જ વહેતી થઈ હતી. જો કે, બચ્ચન પરિવારે અત્યાર સુધી તમામ અટકળો અને અહેવાલો પર મૌન જાળવી રાખ્યું છે, આખરે અમિતાભ બચ્ચને તેમના નવીનતમ બ્લોગમાં એક રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે અને પરિવારને લગતી આ ચર્ચાઓ તરફ સંકેત આપ્યો છે. ગુરુવારે બપોરે અમિતાભે તેમના બ્લોગ પર એક લાંબી નોંધ લખી હતી.
બિગ બીએ પરિવારમાં ચાલી રહેલી અટકળો પાછળની સત્યતા વિશે કરી વાત
છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં ચાલી રહેલી આ અટકળો પાછળની સત્યતા અંગે તેણે કેટલીક વાતો પણ કહી છે. બિગ બીએ લખ્યું, 'જીવનમાં અલગ રહેવા અને તેના પર વિશ્વાસ કરવા માટે મજબૂત વિશ્વાસ, ઘણી હિંમત અને પ્રમાણિકતાની જરૂર છે.'
'હું પરિવાર વિશે ભાગ્યે જ વાત કરૂ છું'
તેણે આગળ કહ્યું, 'હું પરિવાર વિશે ભાગ્યે જ કંઈ કહું છું, કારણ કે તે મારું ડોમેન છે અને હું તેની પ્રાઈવેલીને જાળવી રાખું છું. અફવાઓ માત્ર અફવાઓ છે, તે કોઈપણ ચકાસણી વિના માત્ર અફવાઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિવર્સિટી રોડ ઉપર પુષ્કરધામ રોડ સામે નડતા ડિવાઇડરથી અકસ્માતનો ભય
December 27, 2024 03:50 PMPM મોદી સહિતના નેતાઓએ કર્યા અંતિમ દર્શન, શોકમાં ડૂબ્યા, જુઓ વીડિયો
December 27, 2024 03:50 PMરાજકોટનો અજીબોગરીબ કિસ્સો, 10 વર્ષ પીડા સહન કરી, દુરબીનથી બહાર કાઢ્યો, જુઓ વીડિયો
December 27, 2024 03:49 PMપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થતાં રાજકોટ મનપાના તમામ કાર્યક્રમ–મિટિંગ રદ
December 27, 2024 03:49 PMભ્રષ્ટ્રાચારી સાગઠિયાની ૨૩.૧૫ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાશે
December 27, 2024 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech