પાલીતાણાના રાજપરા ગામેથી જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સ ઝડપાયા

  • October 05, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણાના  (ઠાડચ) રાજપરા ગામેથી એલસીબીએ રોકડ ‚ા.૨૧,૭૦૦ના  મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.ના માણસો પાલીતાણા તાલુકા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે, રાજપરા (ઠાડચ) ગામે રહેતા યશપાલસિંહ પરબતસિંહ ગોહિલની વાડીના શેઢા પાસે ઉપલી નળ વિસ્તારમા આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી  ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં  રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ ધંધો-ખેતી (ઉ.વ.૪૨ રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર) અને કલ્યાણદાસ પરશોતમદાસ ગોંડલીયા (ઉ.વ.૫૫ ધંધો-હિરાનો રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર)ને ઝડપી લીધા હતા. જ્યારે યશપાલસિંહ પરબતસિંહ ગોહિલ (રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર)  સારાભાઇ ભરવાડ રહે.દેવળીયા તા.તળાજા જી.ભાવનગર), સુરાભાઇ કોળી (રહે.દેવળીયા તા.તળાજા જી.ભાવનગર)અને અન્ય એક શખ્સ નાસી છૂટતા રોકડ રૂ.૨૧,૭૦૦ મળી કુલ કિ.રૂ.૨૧,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા,બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ અને  શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application