રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇના આદેશથી સિટી એન્જીનિયર અતુલ રાવલ દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2 અને વોર્ડ નં.3ના વિસ્તારો જેમાં મુખ્યત્વે જંકશન પ્લોટ, ગાયકવાડી, સિંધી કોલોની, પરસાણા નગર, રેલનગર અને સંતોષીનગર સહિતના વિસ્તારોમાં મહાપાલિકાના કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટક્યો હતો અને 37 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું તેમજ અન્ય ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ કરવામાં આવ્યા હતા.
વિશેષમાં આજરોજ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનની વિગતો જાહેર કરતા અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે (1) વોર્ડ નં.3 હેઠળના રેલનગરમાં ટીપી સ્કીમ નં.23 રાજકોટના ફાઇનલ પ્લોટ નં.24/4ની રિઝર્વ હેતુની જમીનમાં 20 ચોરસ મીટર જમીનમાં કરાયેલું દબાણ દૂર કરાયું હતું. (2) કોડ નંબર ત્રણમાં સંતોષી નગર ફાટક થી મેઇન રોડ સુધીના 24 મીટરના ટીપી રોડ ઉપરથી છ દબાણો દૂર કરાયા હતા (3) વોર્ડ નં.2માં ગંગાદાસ આર.જોગરાણાનું એકજાનનગર સોસાયટી, પ્લોટ નં.109, એરપોર્ટ રોડ ઉપરનું ગેરકાયદેસર બે રૂમનું 30 ચોરસ મીટર જમીનમાં કરાયેલું બાંધકામ તોડી પડાયું હતું. (4) વોર્ડ નં.3ના પરસાણા નગર વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ અને રોડ ઉપર ખડકાયેલી ઝૂંપડપટ્ટી ઉપર ફેરવાયું હતું જેમાં કુલ 27 ઝુંપડાનું દબાણ દૂર કરાયું હતું (5) વોર્ડ નં.7માં પંચનાથ મહાદેવ મંદિરની સામે પાર્કિંગની જગ્યામાં કરાયેલું દીવાલનું દબાણ દૂર કરાયું હતું (6) વોર્ડ નં.3માં જંકશન પ્લોટ વિસ્તારની બાજુમાં આવેલ ગાયકવાડી મેઇન રોડ ઉપર આવેલું રાજુ ફૂડ કોર્ટને ગેરકાયદેસર બાંધકામ બદલ સીલ કરવામાં આવ્યું હતું. (7) તાજેતરમાં જ્યાં આગળ બ્લાસ્ટ થયો હતો તે વોર્ડ નં.3માં સિંધી કોલોની મેઇન રોડ ઉપર આવેલી સિંધી વેપારીની જલારામ બેકરી ગેરકાયદેસર બાંધકામ બદલ સીલ કરવામાં આવી હતી. તેમજ (8) વોર્ડ નં.2માં નહેરુનગર મેઈન રોડ પર આવેલ ફૌજી રેસ્ટોરન્ટ ગેરકાયદેસર બાંધકામ બદલ સીલ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech