બુટલેગર સહિત બે શખસો બે સ્થળેથી પિસ્ટલ સાથે પકડાયા

  • April 16, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીને લઈને પોલીસ વધુ સતર્ક બની છે, રાજકોટના કોઠારિયા રોડ નજીક 80 ફૂટ રોડ પરના વિસ્તારમાંથી શાપર-વેરાવળના નોનવેજના ધંધાર્થીને ભક્તિનગર પોલીસે ગત મોડી રાત્રે લોડેડ પિસ્ટલ સાથે પકડી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચે વોન્ટેડ બુટલેગરને પિસ્ટલ અને બે કાર્ટિસ સાથે દબોચી લીધો હતો.

હુડકો ચોકડી પાસે સિધ્ધાર્થ સોસાયટી 80 ફૂટ રોડ પર ગત મોડી રાત્રે પીએસઆઈ એમ.એન.વસાવા, રાજદિપસિંહ જાડેજા સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતીના આધારે શંકાસ્પદ હાલતમાં રહેલા શખસ શાપર-વેરાવળમાં બુધ્ધનગર કાસુંબમાં રહેતા સોહિલ ઉર્ફે રેહન શાહનવાજ ખરેડિયા ઉ.વ.24ને અટકાવ્યો હતો.

આરોપીને ચેક કરવા તેના કબજામાંથી દેશી બનાવટની 10000ની કિંમત પિસ્ટલ મળી આવી હતી. બે કાર્ટિસ પણ મળી આવતા કબજે લેવાયા હતા. પોલીસ પૂછતાછમાં સોહિલ માછલીને વેચાણ કરવાનો ધંધો ધરાવે છે. હથિયાર કયાંથી લાવ્યો? શા માટે રાખે છે? કોઈને સપ્લાય કરવા આવ્યો હતો કે કેમ? તે સહિતના મુદે પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરાઈ છે.
ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જમાદાર અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે પીઠડઆઈ સોસાયટીમાં હિંગળાજ પાન પાસે એક શખસ પિસ્ટલ સાથે ઉભેલો છે. પીએસઆઈ એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ત્યાં પહોંચીને માંડાડુંગર પાસે નકલંક સોસાયટી શેરી નં.1માં રહેતા જયસુખ ઉર્ફે જશો વલ્લ ભભાઈ વાઘેલા ઉ.વ.35ને દબોચી લીધો હતો. આરોપીની તલાસી લેતાં તેની પાસેથી 20 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ અને બે કાર્ટિસ મળી આવ્યા હતા. આરોપીની આર્મ્સ એકટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. દાના ગુનામાં અગાઉ ઝડપાઈ ચુકેલો જયસુખ આજીડેમ પોલીસ મથકમાં મારામારીના ગુનામાં નાસતો ફરતો હતો. આરોપીએ પોતાને અંગત અદાવત ચાલતી હોવાથી હથિયાર સાથે રાખતો હોવાનું પોલીસ સમક્ષ કથન કર્યું હતું. હથિયાર સાથે પકડાયેલા બુટલેગરની પીઆઈ એમ.આર. ગોંડલિયાએ પૂછતાછ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application