ચિત્ર વિસ્તારના બે શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે જ ઝડપાયા

  • December 20, 2023 04:21 PM 

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. એલસીબી ટીમે બાતમીનાં આધારે રેડ કરી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૦,૬૮૦/-સહિત કુલ રૂ.૪૮,૬૮૦/-ના મુદ્દામાલ કબજે કરાયો હતો.


આ બનાવ અંગે એલસીબી કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેરના બોરતળાવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખાનગી રહે બાતમી મળી હતી કે ચિત્રા વિસ્તારમાં કેટલાક શખ્સો પાસે વિદેશ દારૂનો જથ્થો રહેલો છે. જે બાતમીનાં આધારે પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફએ રેડ કરતા ચિત્રા, રાજનગર, મસ્તરામ બાપાના મંદિર પાસે ચિરાગ વિજયભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩ રહે.ચિત્રા,રાજનગર,મસ્તરામ બાપાના મંદિર પાસે,પ્લોટ નં ૨૩) અને કાળુ ઉર્ફે ઢીંગલી શંભુભાઇ મકવાણા (ઉવ.૨૧ રહે.ચિત્રા,દેસાઇનગર પેટ્રોલપંપની બાજુમા) ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવ્યા હતા. પોલીસની રેડ દરમિયાન બંન્ને શખ્સનાં કબજામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૨ કિંમત રૂપિયા ૪૦,૬૮૦ અને બે મોબાઈલ કિંમત રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂપિયા ૪૮,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application