ત્રણબત્તી તથા ઠેબા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યકિતના ભોગ લેવાયા

  • December 16, 2024 01:33 PM 

પુરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃઘ્ધનું મોત : ઠેબા ચોકડી ટેન્કર હેઠળ બાઇકચાલક કચડાયો : ટોળા એકત્ર થયા


જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં શનિવારે બપોર બાદ  હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ડમ્પરે એકટીવાને ઠોકર મારતા વૃઘ્ધનું કણ મૃત્યુ થયુ હતું જયારે ઠેબા ચોકડી પાસે ટેન્કરના ચાલકે બેદરકારીથી ચલાવી સ્કુટરને હડફેટે લેતા યુવાનનું કચડાઇ જવાથી મૃત્યુ નિપજયુ હતું બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને થોડો સમય ટ્રાફીક જામ થયો હતો.


જામનગરમાં રહેતા જયંતભાઈ કાંતિલાલ સંઘવી નામના 69 વર્ષના વૃઘ્ધ પોતાનું એકટીવા લઈને શનિવાર બપોરે ત્રણ બત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 ટી.એક્સ. 9477 નંબરના ડમ્પરના ચાલકે તેઓને હડફેટમાં લઈ ચગદી નાખ્યા હતા.  જયંતભાઈના માથા પરથી ડમ્પરના વ્હીલ ફરી વળતાં કચડાઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


આ અકસ્માતના બનાવ સમયે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે કલ્પેશભાઈ વલ્લભભાઈ ચૌહાણએ સીટી-બી. ડિવિઝન પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર કબજે કરી લીધું છે, અને વાહનચાલક ની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઇકાલે બપોરે પુરપાટ ઝડપે આવી રહેલા કેમીકલ ભરેલા ટેન્કર નં. જીજે12બીવાય-2754ના ચાલકે બેદરકારીથી ચલાવીને એકસેસ બાઇક નં. જીજે10સીએ-4890ને હડફેટે લીધુ હતું જે અકસ્માતમાં ટેન્કરના જોટામાં આવી જતા યુવાનનું કચડાઇ જતા કણ મૃત્યુ નિપજયુ હતું ટોળુ એકત્ર થઇ જતા ચાલક વાહન છોડી નાશી ગયો હતો. અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફીક જામ થયો હતો અને પોલીસ ટુકડી દોડી આવી હતી અને પુર્વવત ટ્રાફીક કરવામાં આવ્યો હતો. શહેર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી વાહન અકસ્માતના બનાવોનું પ્રમાણ વધી રહયુ છે ખાસ કરીને ભારે વાહનોના કારણે ગોઝારા અકસ્માત સર્જાઇ રહયા છે બેલગામ બનેલા આવા ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવી અતી જરી બની છે. આ બનાવ અંગે સુભાષપાર્કમા રહેતા સુરેશ તેજાભાઇ રાઠોડે પંચ-બીમાં ટેન્કરના ચાલક સામે ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application