અમેરિકાના લોકોને અમેરિકન ઇતિહાસમાં પ્રથમ વખત બે સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ટીવી સ્ક્રીન પર તેમની ઉમેદવારીના સમર્થનમાં ચચર્િ કરતા જોવા મળશે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન 81 વર્ષના છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષના છે. આ ચચર્િ સીએનએન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે અને એટલાન્ટાના સ્ટુડિયોમાંથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ચર્ચા બરાબર પહેલા હાથ ધરવામાં આવેલા રોઇટર્સ-ઇપ્સોસના મતદાનમાં જાણવા મળ્યું કે અમેરિકન મતદારો બે ઉમેદવારો વિશે મૂંઝવણમાં છે. ત્રણ દિવસમાં હાથ ધરાયેલા આ વિગતવાર સર્વે મુજબ, અમેરિકન મતદારો રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ્ને અર્થતંત્ર માટે શ્રેષ્ઠ ઉમેદવાર માને છે, પરંતુ લોકશાહી બચાવવા માટે તેમની પસંદગી ડેમોક્રેટિક ઉમેદવાર રાષ્ટ્રપતિ જો બાઈડન જ છે. આ સિવાય ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને હેલ્થકેરનો મુદ્દો પણ મતદારોની પ્રાથમિકતામાં રહ્યો છે.
મતદારોમાં સૌથી મોટી ચિંતા અર્થતંત્રની છે. 43ટકા ઉત્તરદાતાઓએ અર્થતંત્ર માટે ટ્રમ્પ્ના દૃષ્ટિકોણને વધુ સારા તરીકે રેટ કર્યું, જ્યારે માત્ર 37ટકા એ બાઈડન વિશે એવું કહ્યું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ, ટ્રમ્પ્ને 44ટકા બાઈડનને 31ટકા કરતા વધુ સમર્થન મળ્યું. ટ્રમ્પ વિદેશ નીતિ અને આતંકવાદના મામલામાં પણ આગળ રહ્યા. મોટાભાગના ઉત્તરદાતાઓ સંમત થયા હતા કે ટ્રમ્પે તેમના વ્યવસાયના રેકોર્ડ ખોટા કયર્િ હશે, પરંતુ તેમની ચૂંટણીની પસંદગી પર કોઈ અસર જોવા મળી નથી. એ જ રીતે, બાઈડનના પુત્ર હન્ટર બાઈડનને આપવામાં આવેલી સજાથી બાઈડનના સમર્થકો અપ્રભાવિત જણાતા હતા.રાજકીય ઉગ્રવાદ અને લોકશાહી માટેના જોખમોનો સામનો કરવા માટે ટ્રમ્પ કરતાં વધુ ઉત્તરદાતાઓએ બાઈડન પર વિશ્વાસ કર્યો, 39ટકા લોકો બાઈડનને ટેકો આપે છે અને 33ટકા લોકો ટ્રમ્પ્ને ટેકો આપે છે.
ટ્રમ્પે ડીબેટ પહેલા કરી ડ્રગ ટેસ્ટની માગ
ટ્રમ્પે બાઈડન સાથે ચૂંટણીની ડીબેટ પહેલા બિડેનના ડ્રગ ટેસ્ટની માંગ કરી છે. આટલું જ નહીં, ટ્રમ્પે પોતાના ડ્રગ ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ માને છે કે બાઈડન ચૂંટણીની ચચર્િ માટે પર્ફોર્મન્સ વધારતી દવાઓનો ઉપયોગ કરી શકે છે જેથી ચૂંટણીની ચચર્મિાં તેમનું પ્રદર્શન સારું રહી શકે. એટલા માટે ટ્રમ્પ આ ચચર્િ પહેલા ડ્રગ ટેસ્ટ ઇચ્છે છે અને પોતે તેના માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech