રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. ગેરકાયદે ફટાકડાના વેચાણ કરનાર સામે પોલીસ કડક પગલા રહી છે.ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-3 પાસે ગેરકાયદે ફટાકડાનો સ્ટોલ રાખનાર શખસને ઝડપી લઇ અહીંથી રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ કબજે કયર્િ બાદ આ જ વિસ્તારમાંથી એસોજીની ટીમને વધુ બે ફટાકડાના ગેરફાયદા સ્ટોલ ઝડપી લીધા હતા.સ્ટોલધારક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ એસ.ઓ.જી પી.આઈ એફ.એ. પારગીના માર્ગદર્શનમાં એસ.ઓ.જી.પી.એસ.આઇ બી.સી. મિયાત્રા તથા તેમની ટીમ જિલ્લામાં ક્યાંય ગેરકાયદે ફટાકડાનું વેચાણ થાય છે કે કેમ? તે અંગે તપાસમાં હતી દરમિયાન ગઈકાલે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-3 પાસે મંજૂરી વગર ફટાકડાનો સ્ટોલ રાખનાર યાજ્ઞિક શૈલેષભાઈ જરવરીયા (રહે.મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 3) ને ઝડપી લઈ અહીંથી અલગ- અલગ પ્રકારના ફટાકડા કિંમત રૂપિયા 1,28,478 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરમિયાન આજરોજ એસોજીની ટીમે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ગેટ નંબર-3 પાસે આદ્યશક્તિ નામનો ફટાકડાનો સ્ટોલ ગેરકાયદે રીતે રાખવામાં આવ્યો હોય પોલીસે સ્ટોલ ધારક રાયધન કાનાભાઈ બાંભવા(ઉ.વ 27 રહે. મેટોડા) સામે કાર્યવાહી કરી અહીંથી અલગ-અલગ પ્રકારના 82,250 ના ફટાકડા કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે મેટોડા જીઆઇડીસીમાં જ ગેટ નંબર-3 પાસે ફાયર સ્ટેશન નજીક ફટાકડાનો સ્ટોલ રાખનાર દિનેશ નાથાભાઈ સાગઠીયા (ઉ.વ 48 રહે. ખીરસરા તા.લોધીકા)ની સામે કાર્યવાહી કરી અહીંથી રૂ.23,356 ના ફટાકડા કબજે કયર્િ હતા.
પોલીસે બંને સામે કોઈપણ પ્રકારના લાઇસન્સ કે આધાર વગર અને કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર રાખી વેચતો હોય જેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ હોય તેથી આ શખસે બેદરકારી દાખવી ફટાકડાનું વેચાણ કરતા તેની સામે બીએનએસની કલમ 125, 288 તથા સ્ફોટક અધિનિયમ 1884 ની કલમ 9(બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech