પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પેડક રોડ પર એસબીઆઇ પાસેના રોડ પર મોબાઇલ આઈડી મારફત જી.ટી અને આર.આર વચ્ચેની આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહેલા મહેશ જગદીશભાઈ લીંબાસીયા (ઉ.વ 44 રહે. સત્યમ પાર્ક શેરી નંબર 2, બ્લોક નંબર ડી/ 16, 80 ફૂટ રોડ)ને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય એક દરોડામાં શહેરના કોઠારીયા રોડ પર વેણુ રેસ્ટોરન્ટ સામેના ભાગે ફેમસ વડાપાઉં પાસે મોબાઈલ આઈડી મારફત ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહેલા ચિરાગ સુધીરભાઈ વરૂ(ઉ.વ 33 રહે.ગીતાનગર મેઇન રોડ, રામેશ્વર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 401) ને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો.
જુગારના અન્ય દરોડામાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે ગોકુલ નગર શેરી નંબર 1/2 ના ખૂણે જાહેરમાં જુગાર રમી રહેલા હસમુખ ઉર્ફે ધનો ઉર્ફે ઠુઠો વિનુભાઈ મેવાડા, અશોક ઉર્ફે મહેશ કાળુભાઈ જાંબુકિયા અને ભરત ઉર્ફે ભૂરો લવજીભાઈ મકવાણાને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.10,360 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્ર. નગર પોલીસ મથકના સ્ટાફે ચૌધરી હાઇસ્કુલ સર્કલ પાસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લઈ રહેલા નાગરાજ નવધણભાઈ ગોંડલીયા(ઉ.વ 23 રહે.ગ્રીન માર્કેટિંગ યાર્ડ પાસે માલધારી સોસાયટી)ને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech