પૈસાની ઉઘરાણી બાબતે વીમા એજન્ટ પર બે શખસોનો છરીથી હુમલો

  • May 01, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના અંબિકા ટાઉનશીપમાં રહેતા અને એલઆઇસીના વીમા એજન્ટ તરીકે કામ કરતા સુધીરભાઈ રણછોડભાઈ વાછાણી (ઉ.વ.58) નામના પ્રૌઢ સવારે અગ્યારેક વાગ્યે નાના મવા આરોગ્ય કેન્દ્ર નજીક એસબીઆઈ બેંક પાસે હતા ત્યારે દિપક ધીરુ અઘેરાં અને તેની સાથેનો કૌશિક કનેરીયાએ ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કરતા ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

હોસ્પિટલના બિછાને રહેલા સુધીરભાઈના કહેવા મુજબ હું વીમા એજન્ટનું કામ કરું છું, પટેલ ઈન્વેસ્ટ પોઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશ દોંગાના પરિચયમાં હોવાથી ઇન્વેસ્ટમેન્ટની સ્કીમમાં દિપક અઘેરા અને કૌશિક કનેરીયાને પૈસા રોકવાના હોવાથી તેણે જે તે સમયે મને પૂછ્યું હતું કે, અમે પૈસા રોકવા ઇચ્છીએ છીએ તો રોકાણ કરીએ કે કેમ ? આથી મેં તેને કહ્યું હતું કે, તમારે રોકવા હોઈ તો રોકો આથી બંનેએ 7-7 લાખનું રોકાણ કર્યું હતું બાદમાં અલ્પેશ દોંગા પેઢી બંધ કરી ભાગી જતા બંને શખ્સો મારી પાસે એક વર્ષથી પૈસાની ઉઘરાણી કરતા હતા. આથી મેં તેને કહ્યું હતું કે, તમે તમારી રીતે રોકાણ કર્યું છે હું પૈસા પરત ન આપી શકુ, આજે સવારે હું ઘરે હતો ત્યારે મને દિપકએ ફોન કરી નાના મવા આરોગ્ય કેન્દ્ર નજીક એસબીઆઈ બેન્ક પાસે પૈસા બાબતેની વાતચીત કરવા બોલાવ્યો હતો. ત્યાં જતા બંનેએ પૈસાની ઉઘરાણી કરી ઝગડો કરી છરી વડે હુમલો કર્યો હતો,. આક્ષેપો અંગે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ દોંગાએ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નામે અનેક લોકોને રોકાણ કરાવ્યા બાદ છું મંતર થઇ જતા જેતપુરના આધેડે આપઘાત કરવાની ફરજ પડતા અલ્પેશ દોંગા સામે જેતપુરમાં મરવા મજબુર કયર્નિો ગુનો નોધાયો છે. જયારે રાજકોટમાં પણ મંડળીમાં રોકાણ નામે લખો રૂપિયા ઓળવી ગયાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application