છત્તીસગઢના દંતેવાડા-નારાયણપુર બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 32 નક્સલવાદીઓ માર્યા ગયા છે. અત્યાર સુધી એન્કાઉન્ટર સ્થળ પરથી એકે-47 રાઈફલ્સ, એસએલઆર અને મોટી માત્રામાં વિસ્ફોટક જેવી ઓટોમેટિક ગન મળી આવી છે. આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્કાઉન્ટર દરમિયાન વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે.
છત્તીસગઢના દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 32 નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં AK-47 રાઈફલ્સ, SLR જેવી ઓટોમેટિક ગન અને મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા છે.
તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોટી કેડરના પુરસ્કૃત નક્સલવાદીઓ પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર હજુ ચાલુ છે અને માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધી શકે છે.
જવાનો નક્સલવાદીઓને જડબાતોડ આપી રહ્યા છે જવાબ
બસ્તરના આઈજીપી સુંદરરાજ પી.એ જણાવ્યું કે, અબુઝહમદ સરહદને અડીને આવેલા જંગલમાં પૂર્વ બસ્તર વિભાગના નક્સલવાદીઓની હાજરીની માહિતી પર ગુરુવારે નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાંથી ઓપરેશન પર સંયુક્ત ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) દળ મોકલવામાં આવ્યું હતું. બપોરથી મોડી સાંજ સુધી તૂટક તૂટક એન્કાઉન્ટર ચાલુ રહે છે. જવાનો નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech