ચાંપા બેરાજા સીમમાં દેશી દારૂ અંગે દરોડો : એક શખ્સ ઝપટે ચડયો
જામનગરના દિ.પ્લોટ 49 અને 58 રોડ પરથી બે શખ્સોને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા, જયારે ચાંપા બેરાજા વાડી વિસ્તાર બાવળની ઝાડીમાં એક શખ્સ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો.
જામનગરના દિ.પ્લોટ 49 રોડ, નહેરુનગર શેરી નં. 5/એમાં રહેતા રાજેશ દેવજી સાગઠીયા નામના શખ્સને વિદેશી દારૂની 1 બોટલ સાથે દિ.પ્લોટ 49 રોડ પરથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના જનતા ફાટક સર્વોદય સોસાયટી શિવમ રેસીડેન્સી ખાતે રહેતા યશ રાજેશ મહેતા નામના ઇસમને વિદેશી દારૂની 1 બોટલ લઇને નીકળતા દિ.પ્લોટ 58 ચોકમાંથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં જામનગર તાલુકાના ચાપા બેરાજા ગામમાં રહેતા બહાદુરસિંહ મદારસિંહ જાડેજા નામના શખ્સને વાડી વિસ્તાર ચંદ્રગઢ તરફના રોડ પરથી 4 લીટર દેશી અને 100 લીટર કાચો આથો તેમજ ભઠ્ઠીના સાધનો સાથે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMમહાપાલિકાઓ પાસેથી વર્ગ–૧–૨ના અધિકારીની ભરતીની સત્તા છિનવી લેવાઈ
January 22, 2025 11:35 AMનયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યું અને રેડિયોગ્રાફી ફેસિલિટીને અપગ્રેડ કરી
January 22, 2025 11:34 AMચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થઈ: આયોગે સરકાર પર ઠીકરું ફોડયું
January 22, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech