પટનામાં મેટ્રોની નિર્માણાધીન ટનલમાં મશીનની બ્રેક ફેલ થતાં બે મજૂરના મોત

  • October 29, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ કામદાર ઘાયલ: દિલ્હી મેટ્રો રેલ કોર્પેારેશને ઘટનાની તપાસ આરંભી

બિહારની રાજધાની પટનામાં સોમવારે રાત્રે મેટ્રોના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન મેટ્રો ટનલમાં લોકો મશીનની બ્રેક ફેલ થવાને કારણે બે કામદારોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ મજૂરો ઘાયલ થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટના પટનાના એનઆઈટી ટર્ન પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના મશીનમાં ખરાબીના કારણે થઈ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પેારેશનએ અકસ્માતની તપાસ શ કરી દીધી છે.
દુર્ઘટના સમયે, કામદારો ટનલની અંદર કામ કરી રહ્યા હતા અને લોકો મશીન દ્રારા ટનલમાં માલસામાનની હેરફેર કરવામાં આવી રહી હતી. અચાનક લોકો મશીનની બ્રેક ફેલ થઈ ગઈ અને મશીન કામદારો પર દોડી ગયું. અકસ્માતમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યારે અન્ય છ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા


એક મજૂરે સારવારમાં દમ તોડો
એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ અન્ય પાંચ મજૂરોની સારવાર હજુ ચાલુ છે. આ અંગે પટનાના પીરબહોર પોલીસ સ્ટેશનના એસએચઓ અબ્દુલ હલીમે જણાવ્યું કે, 'સોમવારે રાત્રે સુરંગમાં મશીનમાં ખરાબી આવવાથી બે મજૂરના મોત થયા હતા. યારે છ કામદારો ઘાયલ થયા હતા.

પટના ડીએમઆરસીએ બે લોકોના મોતની પુષ્ટ્રિ કરી
ડીએમઆરસી પીઆરઓ મોનિકા દુબેએ જણાવ્યું કે આ દુર્ઘટના રાતે બની હતી. અકસ્માતનું કારણ મશીનમાં ખામી હોવાનું કહેવાય છે. તેમણે બે લોકોના મોતની પુષ્ટ્રિ કરી છે. તેમણે કહ્યું કે મશીનમાં ખરાબીને કારણે એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, છ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું હતું. પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ વધુ રિપોર્ટ મોકલવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application