આઈએનએલડી નેતા નફે સિંહના બે હત્યારા ગોવામાંથી ઝડપાયા

  • March 04, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈએનએલડી નેતા અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હરિયાણાની ઝર પોલીસે નફે સિંહ રાઠીની હત્યા કેસમાં ગોવાથી ૨ આરોપી શૂટરોની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ સૌરભ અને આશિષ છે. બંને દિલ્હીના નાંગલોઈના રહેવાસી છે. હવે પોલીસ અન્ય બે શૂટર્સ નકુલ ઉર્ફે દીપક સાંગવાન અને અતુલને શોધી રહી છે. હાલ બંને પણ ફરાર છે. આ ચાર શૂટર્સ ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા છે.બંનેને આજે લાઈટ દ્રારા ઝર લાવવામાં આવશે. ચારેય શૂટર્સ ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા છે. ગેંગસ્ટર કપિલ સાંગવાન હાલ લંડનમાં છે. તેણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. પોલીસ તે પોસ્ટની પણ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે નફે સિંહ રાઠીની ૨૫ ફેબ્રુઆરીએ બહાદુરગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઝર પોલીસે જણાવ્યું હતું કે તેઓ સાંગવાન દ્રારા કથિત રીતે હત્યાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહ્યા છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાઠીની સાંગવાનના હરીફ ગેંગસ્ટર સાથે ગાઢ મિત્રતા હતી. ઝર પોલીસે કહ્યું કે અમે પોસ્ટ અને તેમાં કરાયેલા દાવાઓની તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ૧૫ લોકો વિદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.


પાંચ હત્યારાઓ રાઠીની કારનો પીછો કરી રહ્યા હતા

આ કેસ ભારતીય દડં સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને આમ્ર્સ એકટ સહિત વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં નાફે સિંહ રાઠીના ભત્રીજા રાકેશે જણાવ્યું હતું કે પાંચ અજાણ્યા હત્યારા તેમની કારનો પીછો કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ બારાહી રેલવે ક્રોસિંગ પાસે કારમાંથી બહાર આવ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી.

રાઠીના બે પુત્રોને આવ્યા ધમકીભર્યા ફોન
અગાઉ ૨૯ ફેબ્રુઆરીના રોજ નફે સિંહ રાઠીના બે પુત્રોને એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યેા ફોન આવ્યો હતો, જેમાં તેમને હત્યા અંગે મીડિયા સાથે વાત ન કરવા કહેવામાં આવ્યું હતું. આઈએનએલડી નેતા નફે સિંહ રાઠીના ભત્રીજા કપૂર સિંહ રાઠીએ જણાવ્યું કે તેમના કાકાના મોટા પુત્ર ભૂપિન્દર અને નાના પુત્ર જતિન્દરને અજાણ્યા નંબરો પરથી ૧૮ ધમકીભર્યા કોલ આવ્યા છે. તેણે કહ્યું, ફોન કરનારે અમને હથિયારની તસવીર પણ મોકલી હતી, જેમાં તેણે દાવો કર્યેા હતો કે જો અમે મીડિયા સાથે વાત કરવાનું બધં નહીં કયુ તો તે તેનો ઉપયોગ પરિવારને ખતમ કરવા માટે કરશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application