મેયર બનવા બે ડઝન જેટલા દાવેદારો: સેન્સમાં મોટું વિભાજન

  • September 01, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં અઢી વર્ષની આગામી ટર્મ માટે કોને મેયર,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા જોઈએ તે માટે સેન્સ લેવા આવેલા નિરીક્ષકો આજે રજૂઆતો સાંભળીને માથું ખંજવાળવા મંડા હતા.રાજકોટ મહાનગરપાલિકામાં કમળના પ્રતિક પર ચૂંટાયેલ ૩૪ મહિલા કોર્પેારેટરોમાંથી બે ડઝન જેટલી મહિલાઓએ આ પદ માટે વ્યકિતગત દાવા કર્યા હોવાનું ભાજપના અંતરગં વર્તુળોમાંથી જાણવા મળે છે.


ભાજપના આ વર્તુળોના જણાવ્યા મુજબ અઢી વર્ષની સમગ્ર ટર્મ દરમિયાન મહાનગરપાલિકાના કે ભાજપના કોઈ કાર્યક્રમમાં ડોકાયા પણ ન હોય તેવા અનેક મહિલા કોર્પેારેટરો આજે મેયર બનવાની માગણી કરતા હતા. અમુક બીમાર મહિલાઓએ પણ આ માટે પોતાનો દાવો આગળ કર્યેા હતો.સેન્સની પ્રક્રિયા સવારે ૯:૦૦ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ચાલશે તેવું અનુમાન હતું. પરંતુ વન ટુ વન અને સામૂહિક રજૂઆત ફટાફટ પૂરી થઈ જતા બે વાગ્યા આસપાસ સેન્સ લેવાની પ્રક્રિયા બપોરે પૂરી થઈ હતી અને ત્યારબાદ તુ તરત જ નિરીક્ષકોએ શહેર ભાજપની મુખ્ય ટીમ સાથે મીટીંગ ચાલુ કરી છે. રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે.


આજે સેન્સ ની પ્રક્રિયામાં નિરીક્ષકોએ કોર્પેારેટર ઉપરાંત જુદા જુદા મોરચાના પ્રમુખોને પણ સાંભળ્યા હતા. પરંતુ આમ છતાં બધું કામ ૨ વાગ્યા સુધીમાં પૂં થઈ ગયું હતું.રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકેની જવાબદારી સંભાળતા પ્રદીપભાઈ ડવની ટર્મ પૂરી થતી હોવાથી નવા મેયરની પસંદગી માટે આજે સવારથી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે સેન્શની પ્રક્રિયા થઈ હતી.

૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા રાજકોટ શહેર ભાજપના કાર્યાલય ખાતે આજે પ્રદેશ નિરીક્ષક જયંતીભાઈ કવાડિયા બ્રિજરાજસિંહ ઝાલા અને આધશકિતબેન મજમુદાર નિરીક્ષક તરીકે આવ્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રીઓ અશ્ર્િવનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહિતનાઓએ તેનું સ્વાગત કયુ હતું. બાદમાં સેન્સ લેવાની પ્રક્રિયા શ કરવામાં આવી હતી. ટોળાશાહી ન થાય તે માટે વોર્ડ વાઈઝ સમય ફાળવવામાં આવ્યો હતો અને દરેક વોર્ડના કોર્પેારેટરોને સંયુકત અને વ્યકિતગત રીતે સાંભળવામાં આવ્યા હતા.


મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે કોણ પ્રબળ દાવેદાર?

અનેક મહિલાઓના દાવા છતાં આગામી ટર્મ માટે ડોકટર દર્શિતાબેન પંડા, ભારતીબેન પરસાણા, યોત્સનાબેન ટીલાળા, રસીલાબેન સાકરીયા, કંચનબેન સિદ્ધપુરા, અનિતાબેન ગોસ્વામીના નામો આ રેસમાં આગળ બોલાઈ રહ્યા છે.મેયરપદની જવાબદારી મહિલાઓને મળવાની છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર પદ માટે પુષ કોર્પેારેટરોના દાવા વધુ પ્રબળ છે. આમાં સ્ટેન્ડિંગ કમિટીમાં જૈમીનભાઇ ઠકકર, નેહલભાઈ શુકલ,મનીષભાઈ રાડીયાના નામ બોલાય છે. ડેપ્યુટી મેયરપદ માટે બાબુભાઈ ઉધરેજા, અશ્વિનભાઈ પાભર, નરેન્દ્રભાઈ ડવના નામો બોલાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application