પુણે પોર્શ કાર ઘટનામાં ફોરેન્સિક વિભાગના એચઓડી સહિત બે ડોકટરોની ધરપક

  • May 27, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પુણે પોર્શની ઘટનામાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે હવે આ કેસમાં ફોરેન્સિક વિભાગના એચઓડી સહિત ૨ ડોકટરોની ધરપકડ કરી છે. તેના પર સગીર આરોપીના બ્લડ સેમ્પલ ગાયબ કરવાનો આરોપ છે. આમ કરવાથી તેના સેમ્પલમાં આલ્કોહોલની પુષ્ટ્રિ થઈ ન હતી.
સગીરને સવારે ૧૧ વાગ્યે મેડિકલ ટેસ્ટ માટે સૌપ્રથમ સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેના લોહીના નમૂનાને એક વ્યકિતના લોહીના નમૂના સાથે બદલવામાં આવ્યો જેણે દા પીધો ન હતો. પ્રથમ બ્લડ સેમ્પલ લીધા બાદ ટેસ્ટ રિપોર્ટમાં આલ્કોહોલની પુષ્ટ્રિ થઈ ન હતી. જેના કારણે શંકા જન્મી હતી. આ પછી, યારે ફરીથી બ્લડ રિપોર્ટ આવ્યો, ત્યારે દાની પુષ્ટ્રિ થઈ. ૧૯ મેના રોજ સરકારી હોસ્પિટલના ડોકટરોએ સગીરને બચાવવા લોહીના નમૂના સાથે છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટના ૧૯મી મેના રોજ બની હતી. પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના ૧૭ વર્ષના પુત્રએ તેની સ્પોટર્સ કાર પોર્શ વડે બાઇક સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા, જેમાં બંનેના મોત થયા હતા. આ ઘટનાના ૧૪ કલાક પછી, આરોપી સગીરને કેટલીક શરતો સાથે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કોર્ટે તેને ૧૫ દિવસ માટે ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાનો અને માર્ગ અકસ્માતની અસરો અને ઉકેલો પર ૩૦૦ શબ્દોનો નિબધં લખવાનો આદેશ આપ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દાના નશામાં હતો અને ખૂબ જ ઝડપે કાર ચલાવતો હતો. સગીર હાલમાં સુધાર ગૃહમાં છે.
તાજેતરમાં આ ઘટનામાં સામેલ બે પોલીસકર્મીઓ પર બેદરકારીનો આરોપ લાગ્યો હતો. આ બંને અધિકારીઓ ઘટના બાદ સૌથી પહેલા સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ બંનેએ આ ઘટના અંગે તેમના વરિ અધિકારીઓ અને કંટ્રોલ મને જાણ કરી ન હતી. યરવડા પોલીસ સ્ટેશનના આ બે પોલીસ અધિકારીઓને પુણે કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના નામ પોલીસ ઈન્સ્પેકટર રાહત્પલ જગદાલે અને એપીઆઈ વિશ્વનાથ તોડકરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application