ગોંડલમાં દારૂ–બિયર ભરેલી કારે રૂરલ એલસીબી બ્રાન્ચના બે કોન્સ્ટેબલને અડફેટે લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. નાશી છુટેલી કાર જેતપુરનાં રબારીકા મેવાસા રોડ પર થી જડપાયી જવા પામી હતી.અલબત્ત તેનો ચાલક નાશી છુટો હતો .પોલીસે
કાર તથા દારૂ બીયર સહિત .૧૬,૮૯,૩૦૦નો મુદ્દામાલ જ કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં જેતપુર રોડ સાંઢિયા પુલ પર દા બીયરનાં જથ્થા સાથે ઇનોવા કાર પસાર થવાની બાતમી મળી હોય રલ એલસીબી બ્રાન્ચ તપાસ માટે ઉભી હતી. તે દરમિયાન જશદણ તરફથી જેતપુર જઇ રહેલી દારૂ બીયર નો જથ્થો ભરેલી જીજે૦૧કેવી ૫૮૮ નંબરની ઇનોવા કારને થોભાવવા કોશિશ કરતા કાર ચાલકે પુરપાટ ભગાવી એલસીબી બ્રાન્ચના કોન્સ્ટેબલ વાઘાભાઈ આલ અને દિગ્વિજયસિંહ રાઠોડને હડફેટ લેતા બન્નેને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને બે ખાનગી કારને નુકસાન થવા પામ્યું હતું. સમગ્ર ઘટના ને લઈને એલસીબી બ્રાન્ચના પીઆઈવી.વી. ઓડેદરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દરમ્યાન ઈનોવા કારને અન્ય ની ટીમે જેતપુરના રબારીકા મેવાસા ગામ તરફ જવાના રોડ પરથી ઝડપી પાડી હતી. જેમાં કાર ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. કારમાથી વિદેશી દાની ૩૯૦ નગં બોટલ, ૫૨૮ બિયર ના ટીન, એક ઇનોવા કાર મળી કુલ ૧૬,૮૯,૩૦૦– પિયાનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસ દ્રારા જેતપુર ઉધ્યોગનગર પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરી ઇનોવા કાર ચાલક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરાઇ છે
જેતપુર: વિદેશી દારૂ, બીયરના ૧૩૧૦ નંગ ઝડપાયા
જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અંગ્રેજી દારૂના વેચાણની બે ફરીયાદ નોંધાઈ હતી. જેમાં રબારીકા ગામ પાસેથી ઇનોવા કારમાંથી અંગ્રેજી દાની બોટલ અને બિયરના ટીન સાથે કુલ ૧૮૩૩૦૦ રૂપિયાની કિંમતનો અને બીજી ફરીયાદમાં ફલવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ૪૫,૬૮૦ પિયાની કિંમતનો દા મળી આવ્યો હતો.
રાજકોટ રલ એલસીબીની ટીમ જેતપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને ગોંડલથી મેસેજ મળેલ કે ગોંડલ બાજુથી એક ગ્રે કલરની ઇનોવા કાર જીજે ૦૧– કેવી ૫૮૮ નંબરની શંકાસ્પદ હાલતમાં નીકળેલ તેને અહીં રોકવાની કોશિષ કરતા તે આલભાઈ તેમજ દિગ્વિજયસિંહ નામના બે કોન્સ્ટેબલને ઠોકર મારી જામકંડોરણા રોડ બાજુ નાશી ગઈ છે. જેથી એલસીબીની ટીમ રબારીકા ગામ બાજુ વોચમાં હતી તે દરમિયાન મેસેજ વાળી ઇનોવા કાર નીકળતા એલસીબીએ તેનો પીછો કરતા ઇનોવાના ચાલકે કારણે રબારીકા મેવાસા રોડ તરફ પૂરપાટ ઝડપે ચલાવી શકિત ટેકસટાઇલ નામના સાડીના કારખાનાં પાસે થોભાવી અંધારાનો લાભ લઇ નાશી ગયો. જેથી એલસીબીએ આ રેઢી કારની તલાશી લેતા તેમાંથી જુદીજુદી બ્રાન્ડના અંગ્રેજી દારૂની બોટલ નગં ૩૯૦ કિંમત પિયા ૧,૩૬,૫૦૦ અને બીયર ટીન નગં ૫૨૮ કિંમત પિયા ૫૨,૮૦૦ ની કિંમતના મળી આવતા એલસીબીએ મુદ્દામાલ સહિત કુલ પિયા ૧૬,૮૯,૩૦૦નો જ કરી અજાણ્યા શખ્સ વિદ્ધ ગુન્હો દાખલ કર્યેા હતો.
યારે બીજી ફરીયાદમાં શહેરના ફલવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અશ્વિન વેગડા અને વિક્રમસિંહ પરમારે અંગ્રેજી દા ઉતારી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળેલ. જેથી એલસીબીએ બાતમીવાળા મકાનમાં રેડ કરતા ત્યાંથી અંગ્રેજી દાની બોટલ નગં ૩૯૨ કિંમત પિયા ૪૫,૯૦૦ ની કિંમતનો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે શખ્સો સામે ઉધોગનગર પોલીસમાં પાસ પરમીટ વગર અંગ્રેજી દાના વેચાણની ફરીયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech