ધારીના માણાવાવ ગામે જુગાર રમતા બે પકડાયા, પાંચ નાસી ગયા

  • September 27, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધારીના માણાવાવ ગામની પ્રાથમિક શાળા નજીક જાહેરમાં ગંજીપાના ટીચતાં બે શખસોને પોલીસે ઝડપી લઇ રોકડ, કાર, મોબાઈલ, બાઈક મળી કુલ .૩,૮૪,૪૧૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. દરોડામાં માત્ર બે જ શખસો પકડાયા હતા ત્યારે પાંચ નાસી જતા ચલાલા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠા છે.
પ્રા વિગત મુજબ ધારીના માણાવાવ ગામની પ્રાથમિક શાળા પાસે જાહેરમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ચલાલા પોલીસને મળતા બાતમીના આધારે દરોડો પાડતા કામીલ સલીમભાઇ ગોરી (રહે.સાવરકુડલા), રામકુ બચુભાઇ વાળા (રહે–માણાવાવ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.જયારે બાલુ ખોડાભાઇ ધાખડા (રહે.માણાવાવ), હનુ બોરીચા (રહે.લુવારા તા.સા.કુડલા), બાઉદીન ઉર્ફે બાવલો હબીબભાઇ કુરેશી (રહે.સાવરકુડલા), ભરત વલકુભાઇ ખુમાણ (રહે.ગાધકડા), ભયલુ બાબાભાઇ ધાખડા (રહે.માણાવાવ)ના શખ્સો નાસી જતા પોલીસે તમામ સામે ગુનો નોંધો શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમિયાન એક ઇકો કાર,મોબાઇલ નંગ–૪, મોટરસાઇકલ, અને રોકડ ૧૪૩૦ની મળી મળી કુલ .૩,૮૪,૪૧૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application