રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી

  • November 22, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાય અને સૌરાષ્ટ્ર્ર લેવલે કો–ઓપરેટીવ બેંકોમાં નામ ધરાવતી નાગરિક સહકારી બેંકની આ વખતની ચંૂટણી મામા–ભાણેજનો જગં બની હતી. ચૂંટણી પુર્ણ થઈ અને મામાની પેનલના તમામ ૨૧ ડિરેકટર ચૂંટાઈ જતા હવે હોદ્દેદારોની નિમણંૂક ઈલેકશન નહીં સિલેકશનથી આરંભાઈ છે. આજે નાગરિક બેંકના નવા ચેરમેનપદે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેનપદે જીવણભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
બેંકની નિયમ મુજબની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે દિનેશભાઈ મનહરલાલ પાઠક અને જીવણભાઈ જાદવભાઈ જાગાણી (પટેલ) સર્વાનુમતે ફોર્મ ભર્યા હતા. દિનેશભાઈના નામની ડિરેકટર દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મુકી હતી જેને ચંદ્રેશભાઈ ધોળકીયાએ ટેકો આપ્યો હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈના નામની દરખાસ્ત ડિરેકટર માધવભાઈ દવેએ કરી હતી જેને અશોકભાઈ ગાંધીએ ટેકો આપ્યો હતો. તમામ ૨૧ ડિરેકટરોએ સર્વાનુમતે આ બન્ને નામોની પસંદગી સાથે બહાલી આપી હતી.
બન્નેને બોડી દ્રારા પસદં કરાયા બાદ આવતીકાલે સવારે ૧૧ કલાકે ચૂંટણી અધિકારી કલેકટરની હાજરીમાં નાગરિક બેંકની ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલી મુખ્ય કચેરી ખાતે બોર્ડ રૂમમાં ડિરેકટરની મીટીંગ મળશે અને આ બન્ને નામોની વિધિવત રીતે ચેરમેન, વાઈસ ચેરમેન તરીકે જાહેરાત સાથે સત્તાવાર બહાલી આપવામાં આવશે. નાગરિક બેંકના બન્ને નવા મુખ્ય કર્તાહર્તા પૈકીના દિનેશભાઈ પાઠક રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના સિનિયર કાર્યકર્તા છે અને નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીના સિનિયર બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવી ચુકયા છે. વર્ષેાથી નાગરિક બેંક સાથે સંકળાયેલા છે. ૨૦૨૧–૨૨માં બેંકમાં કો–ઓપ્ટ ડિરેકટર તરીકે ત્યાર બાદ ૨૦૨૨થી ડિરેકટર તરીકે કાર્યરત છે.
જયારે ગેલેકસી ગ્રુપન જીવણભાઈ પટેલ જાણીતા ઉધોગપતિ છે અને મૃદુ હસમુખો સ્વભાવ ધરાવતા જીવણભાઈ ૨૦૧૫ થી ૨૦ સુધી ડિરેકટર અને ૨૦૧૫ થી પાંચ વર્ષ સુધી સતત વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી. હવે ૪ વર્ષ બાદ ફરી તેઓ નાગરિક બેંકના વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News