ગોંડલમાં આશાપુરા અંડરબ્રિજમાં પાણીમાં બે બસો ફસાઈ: મુસાફરોને ઈમરજન્સી બારીમાંથી બહાર કઢાયા

  • July 10, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી જેમાં બસમાં બેઠેલા મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે આશાપુરા અંડર બ્રિજ નીચે કેડ સમાં પાણી ભરાતા બ્રિજ નીચે પસાર થતી બે બસો ફસાઈ હતી. એક એસ.ટી બસ અને ખાનગી બસ બ્રિજ નીચે ફસાયા ની ઘટના ની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટાફની ટીમ રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે પોહચ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને ઈમરજન્સી બારી માંથી બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ પાલિકા તંત્રને થતા પાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, આસિફભાઈ ઝકરિયા સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બસને દોરડા વડે ખેંચી બહાર કાઢવામાં આવી
શહેરમાં પ્રવેશતા મુખ્ય અંડર બ્રિજ નીચે કેડ સમાં પાણી ભરાતા બે બસો ફસાઈ હતી અને ફાયર સ્ટાફ રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે પોહચી બસ ને દોરડા વડે બાંધી ખેંચી ને બહાર કાઢવામાં આવી હતી. ગોંડલ શહેરમાં ત્રણ જેટલા અંડર બ્રિજ આવેલા છે જેમાં લાલપુલ, આશાપુરા અંડર બ્રિજ અને ઉમવાળા અંડર બ્રિજ ખાતે વરસાદી પાણી ભરાયા છે જેમાં અનેક વખત અનેક નાના-મોટા વાહનો ફસાયા ની ઘટના સામે આવી છે ત્યારે આજે પણ આશાપુરા અંડર બ્રિજ ખાતે બે બસ ફસાઈ હતી તંત્ર દ્વારા જે અંડર બ્રિજ આવેલા છે તેમાં વાહન વ્યવહાર જો બંધ કરવામાં આવે તો કોઈ આકસ્મિત ઘટના બનતી અટકી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application