ગોંડલમાં એકસયુવી કારમાં દારૂના જથ્થા સાથે બે ઝડપાયા: ૬.૨૭ લાખનો મુદ્દામાલ કબજે

  • June 13, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે રાત્રિના ગોંડલના ઘોઘાવદર રોડ પરથી શંકાસ્પદ એકસયુવી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ૧૧૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે જૂનાગઢના વડાલમાં રહેતા અને જેતપુરમાં રહેતા બે શખસોને ઝડપી લીધા હતા. દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૬.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.

દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એચ.સી.ગોહિલ તથા ડી.જી. બડવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ રવિદેવભાઈ બારોટ, રોહિતભાઈ બકોત્રા,વકારભાઈ આરબ અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર, મેહત્પલભાઈ સોનરાજને એવી બાતમી મળી હતી કે, આટકોટ તરફથી એક કારમાં દાનો જથ્થો ભરી આ કાર ગોંડલ તરફ આવી રહી છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ રાત્રિના ઘોઘાવદર રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન અહીંથી મહિન્દ્રા એકસયુવી કાર શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. આ કારની તલાસી લેતા તેમાંથી પિયા ૧.૦૬ લાખની કિંમતમાં ૧૧૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર જીેશ મનસુખભાઈ પટોડીયા(ઉ.વ ૪૦ રહે. વડાલ,તા. જુનાગઢ) અને ભાવેશ ઉર્ફે નાગજી હરિભાઈ ભુવા(ઉ.વ ૪૩ રહે. જેતપુર) બંનેને ઝડપી લીધા હતા. પોલીસે દાનો આ જથ્થો અને બે મોબાઈલ ફોન, રોકડ પિયા ૬,૦૫૦ તેમજ કાર સહિત કુલ પિયા ૬.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

મેટોડામાં એકિટવામાં ચાર બોટલ દારૂ સાથે બે ઝડપાયા
મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના સ્ટાફે અહીં ગેટ નંબર–૧ સામે આવેલ બુધવારી પાસે ખુલ્લી જગ્યાએ નંબર પ્લેટ વગરના કાળા કલરના એકટીવામાં નીકળેલા બે શખસોને પોલીસે અટકાવી આ એકટીવાની તલાસી લેતા તેમાંથી દાની ચાર બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દાની આ બોટલ કબજે કરી એકટીવામા સવાર નવઘણ મનસુખભાઈ વ(ઉ.વ ૨૨ રહે. નાની અમરેલી તા. પડધરી) અને પિયુષ લાખાભાઈ વંશ(ઉ.વ ૨૩ રહે. મેટોડા) બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application