હળવદના નવા ધનાળા પાસેથી ગાંજાના જથ્થા સાથે બે ઝબ્બે

  • January 29, 2025 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી ૬ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્ર્રના બે ઈસમો માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવાની ફિરાકમાં છે જેની પાસે રહેલ બાઈક જીજે ૩ એફજે ૧૫૩૫ લઈને ગાંજાનો જથ્થો લઈને બંને નીકળવાના છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા–હળવદ રોડ પર નવા ઘનાળા પાટિયાથી નવા ઘનાળા ગામ જતા રસ્તા પરથી આરોપી અણ કાલુંસિંગ પટલે અને જાકેશ કાલુંસિંગ પટલે રહે બંને હાલ પ્રતાપગઢ તા. હળવદ વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી ગાંજો વજન ૬ કિલો ૮૯૦ ગ્રામ કીમત  ૬૮,૯૦૦ એક મોબાઈલ અને બાઈક મળીને કુલ  ૯૩,૯૦૦નો મુદામાલ જ કરી આરોપીઓ વિદ્ધ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એન આર મકવાણા, પીએસઆઈ કે આર કેસરિયા, ફાકભાઈ પટેલ, રસિકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજિયા, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મનસુખભાઈ દેગામડીયા, આશીફભાઈ રાઉંમાં, અંકુરભાઈ ચાંચુ, અશ્વિનભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application