રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે એસોજીની ટીમે જામનગરમાં રહેતી મહિલા અને સગીરને રૂપિયા 19.89 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા જામનગરમાં રહેતા શખસે બંનેને દુરંતો એક્સપ્રેસની ટિકિટ આપી તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000ની લાલચ આપી મુંબઈના શખસ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવવા માટે કહ્યું હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાન રાજકોટ રેલવે પોલીસની ટીમે તપાસ હાથ ધરી ડ્રગ્સ મગાવનાર જામનગરના શખસને ઝડપી લીધો હતો. બાદમાં કેરીયર તરીકે કામ કરનાર જામનગરની મહિલાને પણ ઝડપી લીધી હતી.
રાજકોટ રેલવે એસઓજીની ટીમે શુક્રવારે પ્લેટફોર્મ નંબર 1 પાસે દુરંતો એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા તેમાંથી એક મહિલા તથા એક સગીર ઉતર્યા હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેનને બોલાવી આ બંનેને રોકી આ મહિલાની પૂછપરછ કરતા તેનું નામ સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40 રહે. હાલ સૈયદી હોટલની પાછળ આવાસ કવાર્ટર, ગોલ્ડન સિટીની બાજુમાં જામનગર) હોવાનું જણાવ્યું હતું. તેની સાથે રહેલ સગીર પણ જામનગરનો વતની હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે મહિલાની અંગ જડતી લેતા તેની પાસે એક નાસ્તો તેમજ બ્લેન્કેટ હોય પરંતુ તેની નીચે કાળા પ્લાસ્ટિકના ઝબલામાં સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ પાવડર જણાતા આ બાબતે એફએસએલ અધિકારી સાથે પરીક્ષણ કરાવી તેનો અભિપ્રાય લેતા આ શંકાસ્પદ પદાર્થ મેફોડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે બેગમાંથી મળેલી આ કોથળીમાંથી રૂપિયા 19.89 લાખની કિંમતનું 198.8 ગ્રામ કબજે કર્યું હતું. એમડી ડ્રગ્સનો આ જથ્થો એક મોબાઈલ ફોન ટ્રેનની જનરલ કોચની ચાર ટિકિટ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 20.06 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
ઝડપાયેલ મહિલા સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40) અને સગીરની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે, જામનગરમાં રહેતા અજરૂ નામના શખસે બંનેને ટ્રેનની આવક જાવકની ટિકિટ તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000 આપી મુંબઈમાં નિઝામ નામના શખસ પાસેથી માદક પદાર્થનો જથ્થો લાવવા માટે કહ્યું હતું.
દરમિયાન રાજકોટ રેલવે પીઆઇ એસ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જે.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી ડ્રગ્સનો જથ્થો મગાવનાર અઝરૂદીન ઉર્ફે અઝરૂ કાસીમભાઇ દરજાદા મકરાણી(ઉ.વ ૩૭ રહે. ખોજાવાડ, મચ્છપીઠ, જામનગર) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે આ શખસ છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થનો વેપલો કરે છે પહેલા તે છુટકમાં પડીકી બનાવી વેચતો હતો.છેલ્લા થોડા સમયથી તેણે મુંબઇના નીઝામ પાસેથી ડ્રગ્સ મગાવવાનું શરૂ કર્યું હતું.આ તેની ત્રીજી ટ્રીપ હતી.આ પહેલા તેણે સાયરા નામની મહિલાને મુંબઇ ડ્રગ્સ લેવા માટે મોકલી હતી જેથી પોલીસે જામનગરમાં એમ.વી.શાહ પાછળ ૬૬ કે.વીની બાજુમાં આવાસ બ્લોક નં. ૧૧ માં રહેતી સાયરા ઇમરાન સાલેમામદ(ઉ.વ ૩૧) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech