રુા.દોઢ કરોડના નવા સાધનો વસવાશે: આગામી દિવસોમાં બે બ્રાઉઝર ખરીદવાની પણ મંજુરી: ૭ લાખની વસ્તીમાં ફાયરના ૧૫૦ કર્મચારીના સ્ટાફના બદલે માત્ર ૬૨ કર્મચારીઓ ફરજ પર: આગામી દિવસોમાં ૩૯ કર્મચારીઓની થશે ભરતી
જામનગર શહેરની વસ્તી ૭ લાખ ઉપર થઇ ગઇ છે, ખરેખર તો શહેરમાં ૧૫૦થી વધુ ફાયર કર્મચારીઓ હોવા જોઇએ તેના બદલે ૬૨ કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્રણ જેટલા હાઇડ્રોલીક મશીનને બદલે માત્ર એક હાઇડ્રોલીક મશીનથી કામ ચલાવવું પડે છે, આગામી દિવસોમાં રુા.૬ કરોડના ખર્ચે કાલાવડ રોડ અને લાલપુર રોડ ઉપર બે અદ્યતન ફાયર સ્ટેશનો બનાવવાની મંજુરી મળી ગઇ છે તેની સાથે બે બ્રાઉઝર પણ મંજુર થયા છે, લાંબા સમય બાદ ૩૯ જેટલા ફાયરના કર્મચારીઓની પરીક્ષા લેવાની વિધી પુરી થઇ ચૂકી છે અને હવે આચારસંહીતા ઉઠયા બાદ આ તમામ કર્મચારીઓને કાયમી ઓર્ડર આપી દેવામાં આવશે તેમ જાણવા મળે છે.
જામનગરમાં ફાયરબ્રિગેડના વડા તરીકે કે.કે.બિશ્ર્નોઇ ફરજ બજાવે છે તેઓ અગાઉ સરકારની સુચના મુજબ રાજયના ફાયરબ્રિગેડના વડા તરીકે ફરજ બજાવી ચૂકયા છે, હાલમાં તેમની સાથે સી.એસ.પાંડીયન નામના અધિકારી પણ ફરજ બજાવે છે, ૮ ફાયર સ્ટેશન ઓફીસર, ૫૦ ફાયર મેન સહિતનો સ્ટાફ જામનગર કોર્પોરેશન સંચાલીત ફાયર બ્રિગેડમાં ફરજ બજાવે છે, દિન-પ્રતિદિન વસ્તીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ફાયરનું સેટઅપ જેટલું હોવું જોઇએ તેનાથી ૫૦ ટકા જ છે તેમ કહીએ તો ખોટુ નથી.
જામનગરમાં સાત માળની ઇમારતમાં આગ લાગે તો ૨૧ મીટર ઉંચાઇ સુધી આગ ઓલવી શકે તેવું માત્ર એક હાઇડ્રોલીક વાહન છે, ખરી રીતે શહેરની વસ્તીને ઘ્યાનમાં લઇને ત્રણેક જેટલા હાઇડ્રોલીક વાહનની જરુર છે, કારણ કે શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી ૭ થી ૧૧ માળ સુધીની મહાકાય ઇમારતો બની રહી છે અને તેમાં આગ લાગે તો એક હાઇડ્રોલીક મશીન પુરુ ન પડે. આમ જોઇએ તો જામનગર ફાયર બ્રિગેડ પાસે ૧૭ જેટલા વાહનો છે, બજેટમાં પણ બે નવા બ્રાઉઝર સહિત દોઢ કરોડના નવા ફાયરના સાધનો ખરીદવા માટે મંજુરી અપાઇ ચૂકી છે જે શહેર માટે લાભદાયી બની રહેશે.
અત્યારે કોર્પોરેશનના પંટાગણમાં રહેલું મુખ્ય ફાયર સ્ટેશન આવેલું છે, ઉપરાંત બેડી, સાતરસ્તા પાસે પણ ફાયરનું સ્ટેશન છે, જાણવા મળતી માહિતી મુજબ શહેરના કાલાવડ રોડ ઉપર એફપી નં.૬૫/૨ તથા લાલપુર રોડ ઉપર જીઆઇડીસી દ્વારા ફાળવેલ પ્લોટમાં થઇ કુલ રુા.૬ કરોડના ખર્ચે બે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે અને જેના ઇ-ટેન્ડરની કાર્યવાહી પણ શરુ થઇ ચૂકી છે, એટલે કે વર્ષના અંત સુધીમાં આ બે નવા ફાયર સ્ટેશન બની જશે. હાલમાં તો ક્ધસલ્ટન્ટ પાસે ડીપીઆર અને ડીપીપી તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
દિવાળીના દિવસો દરમ્યાન તેમજ અન્ય દિવસે કયારેક વધુ આગ લાગે ત્યારે જામનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ સતત દોડાદોડી કરતો રહે છે જયારે ભારે વરસાદ થાય અને શહેરમાં કેટલાક સ્થળોએ એકીસાથે ઇમારત કે ઝાડ પડી જાય ત્યારે પણ આ કપરી કામગીરી પણ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે ત્યારે આ ફાયરના સ્ટાફને વધુ સગવડતા મળે તે માટે કોર્પોરેશને તૈયારી રાખવી જોઇએ, એટલું જ નહીં ભારે પુર આવે ત્યારે કે ડેમમાંથી પાણી છોડાય ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય છે એટલે વધુ બે હોડીની પણ ખાસ જરુર છે તેમ લોકોનું કહેવું છે. હાલ ૧૭ જેટલા વાહનો અને અન્ય સાધનો છે તે જામનગરની સાત લાખની વસ્તીને ટુંકા પડે છે, સતાધીશોએ મંજુર થયેલા બે બ્રાઉઝર ઝડપથી મંગાવીને કાર્યવાહી કરવી જોઇએ અને કમસે કમ બે નહીં તો એક વધુ હાઇડ્રોલીક મશીન પણ મંજુર કરીને વસાવી લેવું જોઇએ.
જાનના જોખમે જામનગર ફાયરના કર્મચારીઓ ફરજ બજાવે છે, અગાઉ જામનગરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એક અધિકારી અત્યારે રાજકોટ ફાયરના વડા પણ છે, કર્મચારીઓમાં કામ કરવાની કાબેલીયત છે, પરંતુ ઘણીવાર સાધનોના અભાવે આ કામગીરી ઝડપી થઇ શકતી નથી, જો કે હવે ૩૯ જેટલા કર્મચારીઓની સતાવાર યાદી જુન મહીનામાં બહાર પડી જશે તેમની સ્વીમીંગ, ટ્રેકીંગ, ડ્રાઇવીંગ સહિતની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે અને હવે લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે ત્યારે આચારસંહીતા લગભગ ૬ જુન આસપાસ પૂરી થઇ જશે ત્યારબાદ તાત્કાલીક અસરથી આ તમામને ઓર્ડર આપી દેવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech