વેલેન્ટાઇન ડેના અવસર પર, લગભગ દરેક છોકરી પોતાના જીવનસાથીની સામે સૌથી સુંદર દેખાવા માંગે છે. આ પ્રસંગે મહિલાઓ પોતાના લુકને લઈને ઉત્સાહિત હોય છે અને ઇચ્છે છે કે તેમનો મેકઅપ પરફેક્ટ દેખાય પરંતુ યોગ્ય મેકઅપ કરવા માટે એ જાણવું જરૂરી છે કે આજકાલ કઈ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. જો તમે પણ ઇચ્છો છો કે આ વેલેન્ટાઇન ડે પર ચહેરો ચમકતો રહે અને મેકઅપ ટ્રેન્ડી અને લાંબા સમય સુધી ટકી રહે તો કેટલીક નવી અને ખાસ મેકઅપ ટિપ્સ અજમાવવી જોઈએ. જાણો નવીનતમ મેકઅપ ટ્રેન્ડ્સ અને સરળ ટિપ્સ વિશે જે સુંદરતામાં વધારો કરશે.
રોમેન્ટિક ડેટ માટે તૈયાર થઈ રહ્યા હોવ, કેન્ડલલાઈટ ડિનર માટે જઈ રહ્યા હોવ કે પાર્ટીમાં હાજરી આપી રહ્યા હોવ આ મેકઅપ ટિપ્સ પરફેક્ટ વેલેન્ટાઈન લુક પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જાણો વેલેન્ટાઇન ડે માટે ટ્રેન્ડી અને ગ્લેમરસ મેકઅપ ટિપ્સ.
1. સ્કિન પ્રેપ કરો
જો ત્વચા સારી રીતે તૈયાર ન હોય તો ગમે તેટલો મોંઘો મેકઅપ વાપરો, તે લાંબો સમય ટકશે નહીં. તેથી, સૌ પ્રથમ ચહેરાને ફેસવોશ અને સ્ક્રબથી સાફ કરો, જેથી મૃત ત્વચા દૂર થઈ જાય. પછી હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર લગાવો. જેથી ત્વચા ચમકતી અને મુલાયમ દેખાય. જો ઇચ્છો છો કે મેકઅપ આખો દિવસ ટકી રહે તો પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં. આનાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે.
2. ગ્લાસ સ્કિન મેકઅપ
આ વેલેન્ટાઇન ડે પર ગ્લાસ સ્કિન મેકઅપ ટ્રેન્ડમાં છે. જે કુદરતી, ચમકતો અને તાજો દેખાવ આપશે. આ માટે લાઈટવેટ ફાઉન્ડેશન અથવા બીબી ક્રીમ લગાવો જેથી ત્વચા કુદરતી દેખાય. એ પછી લિક્વિડ હાઇલાઇટર અને ક્રીમ બ્લશનો ઉપયોગ કરો, જેથી ત્વચાને કુદરતી ચમક મળે. યાદ રાખો, મેકઅપને ખૂબ મેટ ન રાખો; તેના બદલે ડ્યુઈ લુક આપવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો.
૩. ઓમ્બ્રે લિપ્સ
લિપસ્ટિક આખા દેખાવને પૂર્ણ કરે છે, તેથી યોગ્ય શેડ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ આ સમયે, બે રંગની લિપસ્ટિક એટલે કે ઓમ્બ્રે લિપ્સ ખૂબ ટ્રેન્ડમાં છે. આ માટે ઘેરા રંગની લિપસ્ટિક પસંદ કરવી જોઈએ, જેમ કે મરૂન, બર્ગન્ડી અથવા લાલ. તેની સાથે કોઈપણ ન્યુડ કલરની લિપસ્ટિક લગાવો. પહેલા અડધા હોઠ પર ડાર્ક શેડ લગાવો અને પછી બીજા અડધા હોઠ પર ન્યુડ શેડ લગાવો અને બંનેને થોડું મર્જ કરો. આ લિપ્સ બ્રાઈટ કલરના ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે.
૪. ફ્લશ્ડ ચીક્સ
ગુલાબી અને ચમકતા ગાલ કોઈપણ વ્યક્તિના ચહેરા પર એક અલગ જ ચમક ઉમેરે છે. ત્યારે મેકઅપમાં બ્લશનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. આ માટે ક્રીમ અથવા લિક્વિડ બ્લશનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ત્વચા પર કુદરતી ચમક દેખાય. ફક્ત ગાલ પર જ નહીં પણ નાક અને કપાળ પર પણ હળવા હાથે બ્લશ લગાવો, જેથી ચહેરો તાજો અને કુદરતી દેખાય. આ વેલેન્ટાઇન ડે પર ગુલાબી અને પીચ ટોન બ્લશ ટ્રેન્ડમાં છે, એકવાર ચોક્કસ ટ્રાય કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech