ટ્રમ્પના વિમાન પર અમેરિકન સ્ટિંગર એન્ટી એરક્રાટ મિસાઈલથી થઈ શકે છે હુમલો !

  • September 27, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પ ફરી એકવાર હત્યારાઓના નિશાના પર છે. ગત 2 મહિનામાં અત્યાર સુધીમાં તેમના પર બે વખત હુમલા થયા છે. પરંતુ હત્યાના બંને પ્રયાસો નિષ્ફળ ગયા છે. પરંતુ આ વખતે હત્યારાઓએ મોટો પ્લાન બનાવ્યો છે. આ વખતે હત્યારાઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના વિમાનને ઉડાવી દેવાની યોજના બનાવી રહ્યા છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ભૂતપૂર્વ રાજકીય સલાહકાર અને અમેરિકન સૈન્ય અધિકારીએ આ આશંકા વ્યક્ત કરી છે. જો કે, તેની પ્રામાણિકતા સાબિત કરવા માટે કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.
નિવૃત્ત અધિકારીએ એક્સ હેન્ડલ પોસ્ટમાં લખ્યું કે, અફવા છે કે નવા હત્યારા મેક્સિકન સીમાથી અમેરિકામાં તસ્કરી કરીને લઈ આવવામાં આવેલી અમેરિકી સ્ટિંગર એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલનો ઉપયોગ કરી ટ્રંપ્ના વિમાનને નિશાન બનાવી શકે છે. જણાવી દઈએ કે, આ હથિયારો યુક્રેન અને અફઘાનિસ્તાનને આપવામાં આવ્યા હતા. પણ હવે એ શસ્ત્રો સરળતાથી કાળાબજારમાં મળી જાય છે! આવી સ્થિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડના જીવ પર જોખમ વધી ગયો છે. જણાવી દઈએ કે, છેલ્લા 2 મહિનામાં ટ્રમ્પ પર હત્યાના ઈરાદે બે વખત હુમલા કરવામાં આવ્યા છે. ગત મહિને પેન્સિલવેનિયામાં ટ્રમ્પ્ની રેલીમાં હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ્ના કાન પાસે ગોળી વાગી હતી. ટ્રમ્પ તેમાં બચી ગયા હતા. હુમલાખોરને સિક્રેટ સર્વિસના જવાનોએ માર્યો હતો. આ પછી યુવક ફરી એકવાર તેના સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે ટ્રમ્પ્ના વિમાનને નિશાન બનાવવાની શક્યતા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News