ટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ

  • November 19, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો ક્યારેય નોંધ લીધી હશે ટો ખ્યાલ હશે કે જ્યારે ભારત સહિત અન્ય મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ક્યાંક હોય છે, ત્યારે કેટલાક ખાસ લોકોની ટીમ હંમેશા તેમની સાથે રહે છે. જો નોંધ્યું હોય તો જોયું જ હશે કે આ ટીમ પાસે એક બ્રીફકેસ છે. આ બ્રીફકેસ વિશે વિવિધ વાતો કહેવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે જો તેને દફનાવી દેવામાં આવશે તો થોડીવારમાં પરમાણુ હુમલો થશે પરંતુ આ વાતોમાં સત્ય કેટલું છે?


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે કહેવામાં આવે છે કે તે બંને ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ તેઓ પોતાની બ્રીફકેસ સાથે રાખવાનું ભૂલી શકતા નથી.


આ બ્રીફકેસ મિનિટોમાં વિશ્વનો નાશ કરી શકે છે!


અમેરિકન સિસ્ટમમાં માત્ર દેશના રાષ્ટ્રપતિ જ પરમાણુ હથિયારોના ઉપયોગનો આદેશ આપી શકે છે. આ સિવાય અન્ય કોઈને પણ આ અધિકાર નથી. તેથી અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે આવતી વિશેષ ટીમ પાસે હંમેશા પરમાણુ બ્રીફકેસ હોય છે. તેને ન્યુક્લિયર ફૂટબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક લેધરની આ બ્રીફકેસ દેખાવમાં ભલે સિમ્પલ લાગે પરંતુ તેની અંદર ખાસ ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આનાથી ઓર્ડર મળ્યા બાદ થોડી જ મિનિટોમાં ન્યુક્લિયર મિસાઈલ લોન્ચ કરી શકાય છે.


રશિયાના રાષ્ટ્રપતિ પાસે પણ પરમાણુ બ્રીફકેસ


રશિયા વિશે એવું કહેવામાં આવે છે કે તેની પાસે પરમાણુ હથિયારોનો સૌથી મોટો ભંડાર છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટ અનુસાર રશિયા પાસે 5977 પરમાણુ હથિયાર છે. જ્યારે અમેરિકા પાસે 5428 પરમાણુ હથિયાર છે અને ચીન પાસે 350 પરમાણુ હથિયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ પાસે ન્યુક્લિયર બ્રિફકેસ પણ હોય છે. જેમાં ન્યુક્લિયર મિસાઈલના કોડ હોય છે પરંતુ શું જાણો છો કે સૂતી વખતે પણ આ બ્રીફકેસ તેમનાથી 10-20 મીટરની ત્રિજ્યામાં રાખવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News