ડોનાલ્ડ ટ્રમ્પે વિમાન ભરીને ગેરકાયદે વસતા ભારતીયોને પાછા મોકલ્યાના કલાકોમાં જ ભારતીયો માટે બીજી સમસ્યા ઊભી કરી છે અને જો પ્રસ્તાવ મંજુર રહ્યો તો અમેરિકામાં વિઝા સંબંધિત આ નિયમો બદલાશે, જેના લીધે અહી વસતા ભારતીયો પર અસર પહોચશે. યુએસમાં રિપબ્લિકન સેનેટરોએ વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 540 દિવસ સુધી લંબાવવાના નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
યુએસ રિપબ્લિકન સેનેટર્સ રિક સ્કોટ અને જોન કેનેડીએ બાઈડેન વહીવટીતંત્રના નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 180 દિવસથી વધારીને 540 દિવસ કરવામાં આવ્યો હતો. આ ફેરફારનો હેતુ એવા વિઝા ધારકોને રાહત આપવાનો હતો જેઓ તેમની વર્ક પરમિટની નવીકરણ પ્રક્રિયા દરમિયાન યુએસમાં કાયદેસર રીતે કામ કરવાનું ચાલુ રાખે છે.
રિપબ્લિકન સેનેટરો કહે છે કે આ નિયમ ઇમિગ્રેશન કાયદાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ બનાવે છે. સેનેટર જોન કેનેડીએ તેને ખતરનાક ગણાવ્યું અને કહ્યું કે તે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિને નબળી પાડે છે. તેમનું માનવું છે કે આ વિસ્તરણથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા ઇમિગ્રન્ટ્સ પર નજર રાખવી મુશ્કેલ બનશે.
ભારતીય વ્યાવસાયિકો પર સંભવિત અસર
આ વિવાદ મુખ્યત્વે ઇં-1ઇ અને ક-1 વિઝા ધારકોને અસર કરે છે જેઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આમાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. 2023માં જારી કરાયેલા ઇં-1ઇ વિઝામાંથી 72% ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા અને ક-1 વિઝામાં પણ ભારતીયોનો મોટો હિસ્સો હતો.
H-1B અને L-1 વિઝા ધારકો માટે ઉપલબ્ધ લાભો
બાઈડેન વહીવટીતંત્રના નિયમથી ભારતીય ઇં-1ઇ અને ક-1 વિઝા ધારકોને વર્ક પરમિટ રિન્યુઅલ દરમિયાન સ્થિરતા મળી છે. ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળો અગાઉના 180 દિવસથી વધારીને 540 દિવસ કરવાથી તેઓ તેમની વર્ક પરમિટની સ્થિતિ અપડેટ થઈ રહી હોય ત્યારે યુએસ નોકરીઓમાં રહી શકશે. આ વિસ્તરણ તેમના વ્યવસાય અને પરિવાર માટે જરૂરી સુરક્ષા પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech