જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલામાથી અનડીટેકટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝન પ્રો નાયબ અધિક્ષક નયના ગોરડીયાની સુચના તથા પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ ગત તા. ૪-૨ના ફરીયાદીનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૩જેકે-૧૩૦૮ ઉધોગનગર મેલડી માતાજી મંદિર પાસે, કિર્તી વે બ્રીજ કાનજી ફર્નીચર્સ પાસેથી કોઇ અજાણ્યો ચોર ચોરી કરેલહોય અને ગુનો અનડીટેકટ હોય. તે શોધી કાઢવા સર્વેલન્સ સ્કોડના પીઆઇ કે.એસ. માણીયા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન કમાન્ડ ક્ધટ્રોલરુમના સીસીટીવી કેમેરાની મદદ તેમજ ટેકનીકલ તથા હયુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.કોન્સ વનરાજભાઇ ખવડ, મહાવીરસિંહ જાડેજાને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે જામનગર હનુમાન ટેકરી તરફથી સાતનાલા તરફ અમુક ઇસમો ચોરાઉ મોટરસાયકલ સાથે આવતા હોવાની હકીકત આધારે તેની વોચમાં હતા, દરમ્યાન નાગેશ ઉર્ફે વિરાજ કેશા રાઠોડ રહે. ડીફેન્સ કોલોની, એમપી શાહ સ્કુલ વાળી શેરીમાં પુજા એપાર્ટમેન્ટ રુમ નં. ૨, તથા મયુર રાજુ મકવાણા રહે. જકાતનાકા સોહમ સોસાયટી, ધવલ પાન પાસે જામનગરવાળો તેમજ એક સગીર એક હિરો હોન્ડા મોટર સાયકલ સાથે મળી આવતા મુદામાલ કબ્જે કરી પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMબજેટમાં કસ્ટમ ડ્યુટી માફીની યોજનાની જાહેરાત થવાની શક્યતા, આ કારણે અપેક્ષા વધી
January 20, 2025 05:47 PMSynergie Company દ્વારા ડ્રાઇવરો ના આઈ ચેક અપ કેમ્પ રાખી વિનામૂલ્યે નંબરના ચસ્માં નું વિતરણ
January 20, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech