ગ્રામ્ય પોલીસ દ્વારા મુદામાલ કબ્જે કરી શખ્સોની પુછપરછ
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલા મોટરસાયકલ તથા અન્ય બે ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણ શખ્સોને ગ્રામ્ય પોલીસે પકડી પાડી બાઇક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્યના જયવીરસિંહ ઝાલા, ધ્રોલ સર્કલ પીઆઇ એમ.બી. ગજજરના સીધા માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ચોરી અંગેના બનાવ અટકાવવા તેમજ અનડીટેકટ ચોરીના ગુના ડીટેકટ કરવા અંગે પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફના પો.હેડ કોન્સ યુવરાજસિંહ ગોહીલ, પો.કોન્સ માલદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, અલ્તાફ સમા, મહેશભાઇ ચાવડા, ગોપાલભાઇ ચાવડા, પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કલમ ૩૭૯ના કામે ચોરીમા ગયેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટાસાયકલ તથા અન્ય બે શંકાસ્પદ ચોરાઉ મોટરસયાકલ સાથે આરોપી મગન ભીખા ચંદાણા રહે. ખીરસરા નવી જીઆઇડીસી તા. લોધીકા રાજકોટ મુળ કુડુચીગામ, તા. સંતરામપુર જી. મહીસાગર, વિષ્ણુ કમજી વાઘેલા તથા રાહુલ કમજી વાઘેલા બંને રહે. હાલ મોટા વડાળા, કાલાવડ, જામનગર વાળાને ઉપરોકત ચોરીના ગુનાના કામે ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech