સુલતાનપુરની સીમમાં ૧૮ ખેડૂતોના કેબલ વાયરની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી લેવાઈ

  • January 21, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુલતાનપુર ગામની સીમમાં નદી કાંઠે અલગ અલગ ૧૮ ખેડૂતોની વીજ મોટરમાંથી કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. જે અંગે ખેડૂત દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવને લઇ સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી કેબલ વાયરની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી લીધી હતી.તેની પાસેથી કોપર વાયરનો ૧૮ કિલો ભંગાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, નીતેષભાઈ ભગવાનભાઈ બૌધાણી(ઉ.વ ૪૮ રહે. જુના બસ સ્ટે ન્ડ પાસે,સુલતાનપુર) નામના ખેડૂતે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામની સીમમાં નદીમાં ઇલેકટ્રીક મોટર મૂકી હોય જેનો કોપરનો વાયર આશરે ૩૫ મીટર કિ..૨૮૦૦ ચોરી થઇ ગયો હતો.આ ઉપરાંત અન્ય ખેડૂત લાલજીભાઈ ભાભુભાઈ પારેલીયા નો ચાર એમ.એમ નો ૩૬ મીટર કો પરનો જેની કિ..૨,૮૮૦, રોહીતભાઈ વિઠલભાઈ ગોંડલીયાનો ચાર એમ.એમ નો ૧૫ મીટર કોપરનો કિ.. ૧,૨૦૦, નીતેષભાઈ વલ્લભભાઈ ગોંડલીયાનો ચાર એમ.એમ નો ૧૬ મીટર કોપરનો કિ. .૧.૨૮૦, કિશોરભાઈ હંસરાજભાઈ ભાદાણીનો ચાર એમ.એમ નો ૧૮ મીટર કોપરનો કિ..૧,૪૪૦, વિમલભાઈ દામજીભાઈ પાચાણીનો ચાર એમ.એમ નો ૪૦ મીટર કોપરનો જેની કિ..૩,૨૦૦, કાળુભાઇ માવજીભાઈ પાચાણીનો ચાર એમ.એમ નો ૨૫ મીટર કોપરનો જેની કિ..૨,૦૦૦, અરવિંદભાઇ વલલભભાઈ બોઘાણીનો ચાર એમ.એમ નો ૨૫ મીટર કોપરનો જેની કિ..૨,૦૦૦, ગોપાલભાઈ પોપટભાઈ ગોંડલીયાનો ચાર એમ. એમ નો ૨૮ મીટર કોપરનો જેની કિ..૨,૨૪૦, મુકેશભાઈભી મજીભાઈ બોઘાણીનો ચાર એમ.એમ નો ૧૦ મીટર કોપરનો જેની કિ..૮,૦૦, જેન્તીભાઈ બચુભાઈ બોઘાણીનો ચાર એમ,એમ નો ૧૨ મીટર કોપરનો જેની કિ..૯,૬૦, મનસુખભાઈ મોહનભાઈ બોરડનો ચાર એમ.એમ નો ૩૫ મીટર કોપરનો જેની કિ..૨૮૦૦, રમણીકભાઈ પરબતભાઈ બોઘાણીનો ચાર એમ.એમ નો ૧૫ મીટર કોપરનો જેની કિ..૧,૨૦૦, પરિમલભાઇ પ્રવિણભાઈ ભાદાણીનો ચાર એમ.એમનો ૨ ૫ મીટર કોપરનો જેની કિ..૨,૦૦૦ ની કિંમતનો ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. આમ ફરિયાદી સહિત કુલ ૧૮ ખેડુતના ઇલેકટ્રીક મોટરનો કોપર વાયર આશરે ૫૦૧ મીટર જેની કિ..૪૦,૦૮૦ જેટલો મળી કુલ મુદામાલ કેબલ વાયર ૫૩૬ મીટર જેની કુલ કિ..૪૨,૮૮૦ ની કિંમતનો કોપર વાયર કોઇ ચોરી ગયું હતું.જે અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીના આ બનાવવાની લેખ ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા ની રાહબરી હેઠળ સુલતાનપુર પોલીસ મથકના પીઆઇ એ બી કાકડીયા તથા ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે આ ચોરીમાં ત્રિપુટીને ઝડપી લીધી હતી જેમના નામ સાગર ઉર્ફે મગરો ભરતભાઈ વિખાણી ૨૨ રહે સાજડીયારી તા ગોંડલ મહેશ ઉર્ફે બાવલો અતુલભાઇ સોલંકી ૨૨ રહે દેરડી કુંભાજી તા ગોંડલ અને શનિ અરવિંદભાઈ સોલંકી વીસ રહે દેરડી કુંભાજી ગોંડલ નો સમાવેશ થાય છે.
પોલીસે આ ટોળકી પાસેથી એક બાઈક ત્રણ મોબાઈલ અને બાળેલો કોપર વાયરનો ભંગાર સહિત કુલ પિયા ૩૧,૩૦૦ નું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ટોળકી સીમ વિસ્તારમાંથી પાણીની મોટરમાંથી કેબલ વાયર ચોરી તેને બાળી કોપર વાયર નો આ ભંગાર વેચી દેતી હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application