સ્વાતત્રં પર્વની પૂર્વ ઉજવણીના એક ભાગરૂપે આજે સવારે રાજકોટમાં ગુજરાત સરકારના રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા યોજાયેલી તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નિમિત્તે બહુમાળી ભવનચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત હજારોની મેદનીએ 'ભારત માતાકી જય' અને 'વંદે માતરમ' જેવા નારા લગાવી દેશભકિતનો જોરદાર માહોલ ઉભો કર્યેા હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા, જળ સંપતિ વિભાગના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહ રાય મંત્રી હર્ષ સઘવી, કૃષિ વિભાગના કેબિનેટ મિનિસ્ટર અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડોકટર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને સંગઠન માળખાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બહત્પમાળી ભવન ચોકથી શરૂ થયેલી તિરંગા યાત્રા નક્કી કરાયેલા ટ પર ફરી હતી અને જયુબેલી બાગ નજીક આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ તેનું સમાપન થયું હતું. યાત્રાના પ્રારંભે સરદાર વલ્લભભાઈ પટેલ અને સમાપન વખતે રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મુખ્યમંત્રી સહિતના ભાજપના આગેવાનો મંત્રીઓ વગેરે એ ફલહાર કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. યાત્રાના સમગ્ર ટ પર તિરંગા ધ્વજના શણગાર કરવામાં આવ્યા હતા અને તેના કારણે સમગ્ર રૂટ પર તિરંગા લહેર જોવા મળી હતી. બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ પર અને યાત્રાના ટ પર અલગ અલગ ૧૪ જગ્યા એ પરંપરાગત લોક નૃત્ય અને રાસ ગરબાની રમઝટ સતત ચાલુ રહી હતી.
મુખ્યમંત્રી આજે સવારે ૧૦:૦૦ વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચ્યા હતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યે આવવાના હતા પરંતુ તેની લાઈટ રાત્રે ૧:૦૦ વાગે આવી હતી. રાજકોટનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં સાસણ જવા નીકળ્યા હતા. બપોરે ૧૨:૦૦ વાગે સાસણ ખાતે સિંહ સદનમાં લાયન ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અને સાસણ ગીરમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. બપોરનું ભોજન લીધા પછી ફરી મુખ્યમંત્રી બપોરે ૨–૩૫ વાગ્યાની આસપાસ સાસણથી હીરાસર એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીંથી અમદાવાદ જવા નીકળ્યા હતા
યાત્રાના સમગ્ર રૂટ પર તિરંગાનો શણગાર
બહુમાળી ભવન ચોકથી શરૂ થયેલી તિરંગા યાત્રા નક્કી કરેલા રૂટ પર ફરી હતી અને સમગ્ર ટ પર તિરંગાનો શણગાર કરાયો હોવાથી જાણે સમગ્ર શહેરમાં તિરંગા લહેર ફરી વળી હોય તેવું લાગતું હતું
રૂટમાં ૧૪ સ્થળે નૃત્ય, રાસ–ગરબાની રમઝટ
બહુમાળી ભવન ચોક ખાતે ખાસ વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાં પરંપરાગત લોક નૃત્ય અને રાસ ગરબાની રમઝટ સવારથી જ ચાલુ થઈ ગઈ હતી. યાત્રાના રૂટ પર ૧૪ સ્થળોએ આ મુજબ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ લોક સંસ્કૃતિ અને પરંપરાગત રાસ ગરબાના કાર્યક્રમો ચાલુ રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech