પરંતુ હવે એક સારા સમાચાર છે, ટૂંક સમયમાં આ મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે. ભારત સરકાર એવી યોજના લઈને આવશે, જે હાઇવે પર મુસાફરીને સરળ તો બનાવશે જ, પણ સસ્તી પણ બનાવશે. કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરશે. મતલબ કે, હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.
સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર ટોલ ચુકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ વારંવાર હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરે છે. આ યોજના મુજબ, એક વખતની રકમ ચૂકવીને, તમે આખા વર્ષ માટે અથવા જીવનભર કરમાંથી મુક્તિ મેળવી શકશો.
રિપોર્ટ અનુસાર, સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3,000 રૂપિયા નક્કી કરી છે. પાસ ખરીદ્યા પછી, આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર કોઈપણ તણાવ વગર મુસાફરી કરી શકાશે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ પણ ઉપલબ્ધ થશે, જેની કિંમત 30 હજાર રૂપિયા હશે. આ પાસ એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ લાંબા સમયથી ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા માંગે છે.
આ નવી સિસ્ટમ હાલના ફાસ્ટેગ સાથે જોડાયેલ હશે. આનો અર્થ એ કે કોઈ નવું કાર્ડ ખરીદવાની જરૂર રહેશે નહીં. વાર્ષિક અથવા આજીવન પાસ ફાસ્ટેગ એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે. જ્યારે ટોલ પ્લાઝા છોડશો, ત્યારે ટોલ આપમેળે કાપવામાં આવશે.
હાલમાં, ખાનગી કાર માટે પાસ 340 રૂપિયા પ્રતિ માસમાં આપવામાં આવે છે, પરંતુ તે ફક્ત એક ટોલ પ્લાઝા પર જ માન્ય છે.
3,000 પિયામાં, એક વર્ષ માટે દેશભરના હાઇવે અને એક્સપ્રેસવે પર અમર્યિદિત મુસાફરીની સુવિધા મળશે. આ પ્લાન માસિક પાસ કરતા ઘણો સસ્તો હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે આઈએમએફમાં પાકની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 10:41 AM3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech