બિહારમાં ટ્રેન અકસ્માત, આનંદ વિહાર-કામાખ્યા એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, ચારના મોત

  • October 12, 2023 12:27 AM 

બિહારના બક્સરના રઘુનાથપુર સ્ટેશન પર બુધવારે રાત્રે એક ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન આનંદ વિહારથી આવી રહી હતી. આનંદ વિહાર કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના લગભગ છથી સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.


મળતી માહિતી પ્રમાણે આનંદ વિહાર કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના લગભગ છથી સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ધણા બધા લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. હાલ તો ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઘટના સ્થળે જવા રવાના થયા

બિહાર ટ્રેન દુર્ઘટના અંગે કેન્દ્રીય મંત્રી અને બક્સર સાંસદ અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે અમારા બક્સર વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. રઘુનાથપુર સ્ટેશન પર નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તેમણે કહ્યું કે, મને ખબર પડી છે કે ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. મેં ડીજી એનડીઆરએફ, ચીફ સેક્રેટરી, ડીએમ, ડીજી અને જીએમ રેલ્વે સાથે વાત કરી છે. મેં મારા કાર્યકરોને અપીલ કરી છે અને તેઓ બચાવ કાર્યમાં લાગેલા છે. મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હું પણ રઘુનાથપુર બક્સર જઈ રહ્યો છું.


ટ્રેન દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યું કે આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે 21.35 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા. અકસ્માત બાદ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.

PNBE- 9771449971

DNR- 8905697493

ARA- 8306182542

COML CNL- 7759070004



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application