પહેલી વેબ સીરિઝ ‘કોલ મી બે’ નું ટ્રેલર રિલીઝ
ફિલ્મોમાં ખાસ કશું ન ઉકાળી શકેલી અનન્યા પાંડેની પહેલી વેબ સીરિઝ ‘કોલ મી બે’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. આ વેબ સીરિઝ 6 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે.
પ્રાઇમ વીડિયોની ઓરિજનલ સીરિઝ ‘કોલ મી બે’ માં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. કહાની અનન્યા પાંડેની આસપાસ ફરે છે. પહેલીવાર અનન્યા પાંડે કોઇ સીરિઝમાં કામ કરી રહી છે. ફરી એકવાર એક્ટ્રેસ એક બબ્લી છોકરીની ભૂમિકામાં જોવા મળશે જે જેન જીની દુનિયા બતાવશે. અનન્યા પાંડે આ સીરિઝમાં બેલા ચૌધરી ઉર્ફે બેની ભૂમિકામાં જોવા મળશે. અનન્યા પાંડેની ભૂમિકા ખૂબ મસ્ત છે. આની ઝલક ટ્રેલરની સાથે જોવા મળી રહી છે. આજ રોજ એટલે કે મંગળવારનાં રોજ આ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સિરીઝમાં દરેક પાત્રોની ઝલક જોવા મળી રહી છે.
સામે આવેલા ટ્રેલર અનુસાર બે એક અમીર છોકરી છે જેની વિરાસતમાં સંપત્તિ મળી છે અને એ એક હસલર બનવાની તૈયારીમાં છે. એને લાગે છે કે એની સૌથી કિંમતી વસ્તુ હીરા નહીં પરંતુ એની ચાલાકી અને સ્ટાઇલ છે. એ મીડિયાનું રિડીંગ કરીને જર્નાલિસ્ટ બનવાના સફરને શરૂ કરી રહી છે અને એની આ સફર કેવી હશે, એને કેવા લોકો મળશે, એ કેવા નવા મિત્રો બનાવશે. આ દરેક સિરીઝમાં જોવા મળશે. ટ્રેલર જોઇને એ વાત સ્પષ્ટ થાય છે કે, આ સીરિઝ નવી જનરેશનની છબિ બતાવવા માટેની કોશિશ કરી રહી છે.
અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું કે, શરૂઆતથી મને લાગી રહ્યું હતુ કે, કોલ મી બે એક એવો પ્રોજેક્ટ છે જેનો હિસ્સો હું બનવા ઇચ્છુ છું. સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર મને વિશ્વાસ હતો કે આમાં કંઇક ખાસ થવાનું છે. એક અભિનેતાના રૂપમાં બે જેવી ભૂમિકા નિભાવવી હંમેશ માટે રોમાચંક અને સંતોષજનક હોય છે. બેમાં અનેક ખૂબીઓ એવી છે જે તમે સરળતાથી નહીં જોઇ શકો. હું આ સીરિઝ માટે સહયોગને લઇને ખૂબ ઉત્સાહિત છું અને 6 સપ્ટેમ્બરથી દુનિયાભરનાં દર્શકોને બેથી મળવા માટે ઉત્સુક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech