ઉપલેટામાં ગઈકાલે બપોર મારબલના વેપારી પોતાના કારખાનેથી ઘરે જમવા આવી રહ્યા હતા ત્યારે નાગનાથ ચોક પાસે પાછળથી આવેલ ડમ્પરે હડફેટે લેતાં વેપારીનું ઘટના સ્થળે કરુણ મોત થતાં વેપારીઆલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં કોલકી રોડ ઉપર ઓમ પાર્કમાં રહેતા રમેશભાઈ અરજણભાઈ દેસાઈ (ઉ.વ.૬૨, જાતે કડવા પટેલ) ગઈકાલે બપોરે પોતાના વાડલા રોડ ઉપર આવેલ મારૂતિ મારબલના કારખાનેથી બપોરે પોતાનું હિરો હોન્ડા મોટર સાયકલ નં.જીજે-૦૩-ડીએલ-૮૮૦૬ લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે ડમ્પરના પાછળના જોટામાં આવી જતાં રમેશભાઈનું માથુ ફાટી જતાં ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયેલ હતું.
આ ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલે વેપારી ઉમટી પડ્યા હતા. મરણજનાર રમેશભાઈને બે ભાઈ અને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech